10મા માળેથી કૂદીને 28 વર્ષની નર્સે કરી આત્મહત્યા, મા-બાપે જણાવ્યુ કારણ
ગુજરાતમાં અમદાવાદની એક હોસ્પિટલમાં કાર્યરત એક નર્સે આત્મહત્યા કરી લીધી.
ગુજરાતમાં અમદાવાદની એક હોસ્પિટલમાં કાર્યરત એક નર્સે આત્મહત્યા કરી લીધી. પોલિસે જણાવ્યુ કે ન્યૂ મણિનગરમાં તે આજે એક બિલ્ડિંગના 10મા માળેથી નીચે કૂદી. તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી અને તે પરિણીત હતી. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના માતાપિતાના ફ્લેટમાં રહેતી હતી. પોલિસ આત્મહત્યાના કારણો જાણવામાં લાગી છે.

પ્રારંભિક માહિતી અનુસાર પોલિસે જણાવ્યુ, 'આ નર્સ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કામ કરતી હતી. તે પોતાના પતિ સાથે અમદાવાદ સ્થિત સીટીએમ વિસ્તારમાં રહેતી હતી પરંતુ થોડા દિવસ પહેલા તે પોતાના માતાપિતાને ત્યાં પાછી આવી ગઈ હતી. તેના પરિવારજનોનુ કહેવુ છે કે તે છેલ્લા 2 દિવસથી માનસિક આઘાતથી પિડાઈ રહી હતી. એ અંગેની તપાસ ચાલી રહી છે કે તેણે આવુ પગલુ કેમ ભર્યુ.'
ગુજરાતાં જ થોડા દિવસો પહેલા એક નાની ઉંમરની મહિલા પોલિસકર્મીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના વડાદરાની હતી જ્યાં સાવલી પોલિસ સ્ટેશનમાં કાર્યરત એક મહિલા કૉન્સ્ટેબલએ જીવ ગુમાવી દીધો હતો. તે 22 વર્ષની હતી. તેનુ નામ શિલ્પા દરબાર હતુ. ભાડાના મકાનમાં શિલ્પા એકલી રહેતી હતી. પોલિસના જણાવ્યા મુજબ શિલ્પાએ રાતે આત્મહત્યા કરી લીધી હતી. જોકે રૂમમાં કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. પોલિસે જણાવ્યુ કે 22 વર્ષીય મહિલા કૉન્સ્ટેબલ વડોદરમાં બી-10, ગોકુલવાટિકા સોસાયટીમાં ભાડે રૂમ લઈને રહેતી હતી. ત્યાં તે એકલી રહેતી હતી. પોલિસે તેના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યુ હતુ. શિલ્પાએ બુધવારની રાતે ગળે ફાંસો ખઈ લીધો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
