અમદાવાદ 14 કિલો સોનાની લૂંટ: ભાઈ બહેનની ઠગ ટોળકી ઝડપાઈ

Subscribe to Oneindia News

અમદાવાદના નવરંગપુરામાં આવેલી SIS કંપનીમાંથી ચાર કરોડના 14 કિલો સોનાની સનસનીખેજ લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે સગા ભાઈ-બહેનને ઝડપી લીધા હતા. ઘટનાની વિગતો એવી છે કે દેવું વધી જતા ભાઈ-બહેનને લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને સતત બે દિવસની રેકી કર્યા બાદ તેમણે લૂંટને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી મોટાભાગનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

goldlootahmedabad

ઉલ્લેખનીય છે કે શુક્રવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે ભાઈ બહેને સિક્યુરીટી ગાર્ડના માથામાં હથોડીના ઘા મારતા તે બેભાન થઈ ગયો હતો અને બાદમાં આ ભાઈ બહેને 14.2 કિલોગ્રામના ચાર કરોડની કિંમતના સોનાની લૂંટ ચલાવી હતી. પોલીસે કંપનીના સીસીટીવી ચકાસતા બે આરોપી પૈકી એક યુવતી હોવાનું બહાર આવ્યું હતું. આ લૂંટની ઘટના શુક્રવારે મોડી રાતના બની હતી. આશરે રાત્રીના બે વાગ્યા બાદ બે બુકાનીધારી ભાઇ બહેને આ કંપનીના સિક્યોરિટી ગાર્ડને માર મારીને 10-12 કિલો જેટલા સોનાની લૂંટ ચલાવી હતી.

આ મામલે કંપનીના અધિકારીઓએ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ પાસે આ લૂંટનું જે સીસીટીવી ફૂટેજ છે તેનો વીડિયો જુઓ અહીં. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બે બુકનાધારીઓએ ચપળતાથી આ મોટી ચોરી કરી છે...

English summary
Ahmedabad: 4 crore gold loot case, robbers are real brother and sister arrested
Please Wait while comments are loading...