અમદાવાદના પ્રહલાદનગરમાં 5 લાખની લૂંટ

અમદાવાદના પ્રહલાદનગરમાં પિસ્તોલની અણીએ 5 લાખની લૂંટ થઈ છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સો પાંચ લાખની લૂંટ કરીને એસ.જી હાઇવે તરફ ભાગી ગયા હતા. રાઈટર સેફગાર્ડ કંપનીનો કર્મચારી અજય યાદવ આજે બપોરે ડ્રાઈવર સાથે ઈકો ગાડીમાં કંપનીની કેશ લઈને જતા રહ્યા હતા ત્યારે પલ્સર પર ત્રણ સવારી આવેલ લૂંટારુઓએ તેમને આંતર્યા હતા.

લૂંટારુઓએ બંદૂક બતાવીને કાર સાઈડમાં કરાવી હતી અને અજય યાદવને કેશ આપી દેવા કહ્યું હતું. અજયે કેશ આપવાની ના પાડતા લૂંટારુઓએ તેને છરીના ઘા માર્યા હતા. પછી કારમાંથી રોકડ ભરેલી બેગ લઈને નાસી ગયા હતા હાલ ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો છે અને એસડી હાઇવ તરફ નાકાબંધી કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે.

ahmedabad

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ત્રણ કલાકમાં બે લૂંટ થઈ હતી. જે જોતા અવાર નવાર થઇ રહેલી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ અમદાવાદની બગડતી કાયદો વ્યવસ્થા તરફ ઇશારો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X