પત્ની પર પતિએ જ કર્યો એસિડ હુમલો, અમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરી
પત્ની પર પતિએ જ કર્યો એસિડ હુમલો, અમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ કરી
અમદાવાદઃ પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો એ હદે પહોંચી ગયો કે પતિએ પોતાની જ પત્ની પર એસિડથી હુમલો કરી દીધો હતો. શનિવારે રાણીમાં 35 વર્ષીય નીતાબેન પર પોતાના જ પતિએ એસિડથી હુમલો કર્યો હતો. 40 વર્ષીય આરોપી નરોત્તમ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઈએ કે એસિડ હુમલાને કારણે નીતાબેન અને તેની 11 વર્ષની દીકરી દાઝી ગયાં હતાં. પોલીસે જણાવ્યું કે નરોત્તમ સોલંકીની અમરાઈવાડીથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ શનિવારે નીતાબેન અને તેમની દીકરી પોતાના માવતરે હતાં ત્યારે તેની પતિ ત્યાં પહોંચ્યો અને એસિડ હુમલો કરી દીધો. જો સદ્ભાગ્યે તેઓ આ હુમલામાં બચી ગયાં હતાં, જો કે નીતાબેન અને તેની દીકરીના હાથ પર એસિડ ઉડ્યું હોવાથી બંને દાઝી ગયાં હતાં. બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યા મુજબ બંને 17 વર્ષથી પરણિત હતાં અને તેમને ત્રણ બાળકો છે. તેઓને અવારનવાર નજીવા મુદ્દે ઝઘડા થતા હતા. શનિવારે સવારે નરોત્તમ કામ પર જઈ રહ્યો હતો ત્યારે જ બંનેનો ઝઘડો થો હતો. આ સમયે નીતા પોતાના પતિનું ઘર છોડી પોતાના બાળકો સાથે પિયરના ઘરે રાણીપ જતી રહી હતી. બાદમાં બપોર પછી નરોત્તમ સોલંકી રાણીપ પહોંચ્યો. અહીં બંને ઝઘડવા લાગ્યાં, દરમિયાન નરોત્તમ સોલંકીએ પોતાના ખિસ્સામાંથી એસિડની બોટલ કાઢી અને પોતાની જ પત્ની પર હુમલો કરી દીધો. બાદમાં નરોત્તમ સોલંકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો- TikTok થી શરુ થઇ લવસ્ટોરી, 9 મહિના પછી લગ્ન, 48 કલાકમાં તલાક
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ






Click it and Unblock the Notifications
