TikTok થી શરુ થઇ લવસ્ટોરી, 9 મહિના પછી લગ્ન, 48 કલાકમાં તલાક
સોશ્યિલ મીડિયાના જમાનામાં હવે પ્રેમ પણ હાઈટેક થઇ ગયો છે. સોશ્યિલ મીડિયા પર ભલે ફેસ ટુ ફેસ મુલાકાત નહીં થાય, પરંતુ ચેટિંગ કરતા કરતા વાત લગ્ન સુધી પહોંચી જાય છે.
સોશ્યિલ મીડિયાના જમાનામાં હવે પ્રેમ પણ હાઈટેક થઇ ગયો છે. સોશ્યિલ મીડિયા પર ભલે ફેસ ટુ ફેસ મુલાકાત નહીં થાય, પરંતુ ચેટિંગ કરતા કરતા વાત લગ્ન સુધી પહોંચી જાય છે. ગુજરાતમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. પરંતુ સમસ્યા છે કે સોશ્યિલ મીડિયાનો પ્રેમ વધારે સમય સુધી ટકતો નથી. લગ્નના ફક્ત 48 કલાકમાં જ તલાકની સ્થિતિ આવી ગઈ.
આ પણ વાંચો: મદ્રાસ હાઇકોર્ટે મોબાઈલ એપ TikTok પરથી બેન હટાવ્યો

અમદાવાદની ટિક્ટોક વાળી લવસ્ટોરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના અમદાવાદના 21 વર્ષના યુવક રાજાએ 9 મહિના પહેલા ટિક્ટોક પર એક છોકરીનો વીડિયો લાઈક કર્યો. 19 વર્ષની તે છોકરી બ્યુટિશિયનનું કામ કરે છે. લાઈક કર્યા પછી બંને ટિક્ટોક પર એકબીજાને ફોલો કરવા લાગ્યા. ત્યારપછી બંને વચ્ચે ચેટિંગ થવા લાગી.

જન્મદિવસે પ્રપોઝ
19 નવેમ્બર 2018 દરમિયાન છોકરીના જન્મદિવસે રાજાએ તેને પ્રપોઝ કર્યું, જેનો છોકરીએ સ્વીકાર પણ કરી લીધો. બંને એકબીજાના ખુબ જ નજીક આવી ગયા. તેમને એકબીજા સાથે આખું જીવન વિતાવવાનું વચન આપી દીધું. 17 એપ્રિલ 2019 દરમિયાન બંનેએ પોતાના પરિવારને જણાવ્યા વિના લગ્ન કરી લીધા.

લગ્ન રજીસ્ટર થતા પહેલા જ તલાક
લગ્ન પછી બંને લગ્નના રજીસ્ટર માટે એપ્લાય પણ કર્યું અને ત્યારપછી તેઓ પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યારપછી દુલ્હા રાજાએ યુવતીનો ફોન નહીં ઉઠાવ્યો. એટલું જ નહીં પરંતુ તેના મેસેજનો કોઈ રીપ્લાય પણ નહીં આપ્યો. તેના પર છોકરીએ મહિલા હેલ્પલાઇન નંબર 181 પર ફોન કરીને મદદ માંગી. મહિલા હેલ્પલાઇન ટીમે બંનેને ચોકી પર બોલાવ્યા અને તેમને સમજાવવાની કોશિશ કરી. પરંતુ છોકરો તલાક આપવા પર અડ્યો રહ્યો, જયારે છોકરી તલાક લેવા માંગતી ના હતી. લગ્નના રજીસ્ટર થતા પહેલા જ તેમના અલગ થવાની નોબત આવી ગઈ.

ફોન ના ઉઠાવવા પર આટલો ગુસ્સો સારો નહીં
મહિલા હેલ્પલાઇન ટીમને યુવકે તલાક આપવાનું કારણ જણાવતા કહ્યું કે તે તેનો ફોન નહીં ઉઠાવવા પર આટલી ગુસ્સે થઇ ગઈ કે મને પોલીસ ચોકીમાં આવવું પડ્યું. આવી છોકરી સાથે મારે નથી રહેવું. મને તલાક જોઈએ છે. જયારે છોકરી તલાક લેવા માંગતી ના હતી અને તે છોકરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા પણ માંગતી ના હતી.












Click it and Unblock the Notifications
