મદ્રાસ હાઇકોર્ટે મોબાઈલ એપ TikTok પરથી બેન હટાવ્યો
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે મોબાઈલ એપ ટિક્ટોક પરથી બેન હટાવી લીધો છે. આ મામલે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે મોબાઈલ એપ ટિક્ટોક પરથી બેન હટાવી લીધો છે. આ મામલે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી કરતા મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે પોતાનો નિર્ણય આપ્યો છે. આપને જણાવી દઈએ કે આ મામલે એક અરજી સુપ્રીમકોર્ટમાં પણ દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મદ્રાસ હાઇકોર્ટ તેના પર અંતિમ ચુકાદો લે.

સુપ્રીમ કોર્ટ ઘ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો કોર્ટ 24 એપ્રિલ સુધીમાં તેના અંગે આદેશ નહીં આપે તો કોર્ટના નિર્ણયને રદ માનવામાં આવશે. એટલે જો મદ્રાસ હાઇકોર્ટ ટિક્ટોક મામલે કોઈ નહીં નહિ આપે તો તેમનો એપ પર બેનનો મામલો રદ કરી દેવામાં આવશે. જેના પર સુનાવણી કરતા ગઈ કાલે મદ્રાસ હાઇકોર્ટે ટિક્ટોક એપ પર લગાવેલો બેન હટાવી દીધો છે.
Madurai bench of the Madras High Court lifts ban on TikTok video app. pic.twitter.com/1oFP4oYncs
— ANI (@ANI) April 24, 2019
આપને જણાવી દઈએ કે કોર્ટમાં અરજી દાખલ કરીને આ એપ પર બેન લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીકર્તા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપ અશ્લીલ કન્ટેન્ટ પરોસી રહ્યું છે. જયારે આ ટિક્ટોક પર બેન થયાની ખબર સામે આવી ત્યારે ટિક્ટોક માલિક બાઈટ ડાન્સ ને રોજ 4.5 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું હતું. જો ભારતની વાત કરવામાં આવે તો લગભગ 10.4 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં પહેલાથી જ બેન છે.












Click it and Unblock the Notifications
