For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં અકસ્માતે મોતનો આંકડો વધ્યો, દરરોજ 1નું મોત

અમદાવાદમાં અકસ્માતે મોતનો આંકડો વધ્યો, દરરોજ 1નું મોત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવતું હોવા છતાં અકસ્માતે મૃત્યુના આંકડા ઘટવાને બદલે વધી રહ્યા છે. 16 નવેમ્બર 2017 અને 15 નવેમ્બર 2019 દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અકસ્માતના કારણે દર બે દિવસે એવરેજ 5 લોકો મૃત્યુ પામ્યા છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં રોડ અકસ્માતના કારણે દરરોજ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. કાલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરે વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં ગુજરાત સરકારે ગાંધીનગર અને અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1860 એક્સિડન્ટ થયાં હોવાનું જણાવ્યું. અકસ્માતે મૃત્યુના આંકડાઓ પર નજર નાખીએ તો બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 729 અને અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 668 મૃત્યુ થયાં છે.

અકસ્માતે મોતનો આંકડો વધ્યો

અકસ્માતે મોતનો આંકડો વધ્યો

આંકડાઓ મુજબ 2018-19 દરમિયાન અકસ્માતે જાનહાનીમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. આંકડા સૂચવે છે કે 16 નવેમ્બર 2017થી 15 નવેમ્બર 201 દરમિયાન રોડ અકસ્માતમાં 316 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં 20181-19 દરમિયાન 416 મૃત્યુદરનો વધારો થયો છે.

ફાંસીના 10 ફંદા બનાવવાની બક્સર જેલને અપાઇ સુચના, આ રીતે બને છે ફંદાફાંસીના 10 ફંદા બનાવવાની બક્સર જેલને અપાઇ સુચના, આ રીતે બને છે ફંદા

રાજ્ય ગૃહમંત્રી માહિતી આપી

રાજ્ય ગૃહમંત્રી માહિતી આપી

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં રોડ અકસ્માતે મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર નિર્ધારિત હતી. વધુમાં તેમણે કહ્યું ગેરકાયદેસર ડિવાઈડરને કારણે પણ મૃત્યુનો આંકડો વધ્યો છે. 'પોલીસની ભલામણ મુજબ જ સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ.'

RTOએ આ પગલાં ભર્યાં

RTOએ આ પગલાં ભર્યાં

વધુમાં રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું કે આરટીઓ, સિવિક બૉડી અને પોલીસની જોઈન્ટ ટીમે અકસ્માત સ્થળોની મુલાકાત લઈ અકસ્માતના કારણોનું મૂલ્યાંકન કર્યું. જો રોડ ડિઝાઈનમાં ફોલ્ટ જણાશે તો ઑથોરિટીને તે સુધારવા કહેવામાં આવશે. આરટીઓ દ્વારા બેદરકાર ડ્રાઈવરોના લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્પીડ લિમિટ પણ નક્કી કરી દેવામાં આવી છે.

English summary
Ahmedabad: accidental death rose by 32 percent in last two year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X