Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રારંભ, નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપશે
Ahmedabad Airport : અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે ગુજરાતના નિકાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) શરૂ કર્યું છે.
આ નવું ટર્મિનલ ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની વાર્ષિક ક્ષમતા ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધી કાર્ગો હેન્ડલ કરવાની છે, જે હાલની ક્ષમતામાં ૫૦,૦૦૦ મેટ્રિક ટનનો વધારો કરશે.

નવું ICT ટર્મિનલ અદ્યતન ટેકનોલોજી અને ડિજિટલ પ્રક્રિયાઓનું સંયોજન છે. આ ટર્મિનલ કાર્ગોની અવરજવરને ઝડપી અને વધુ વિશ્વસનીય બનાવશે. આ સુવિધામાં CCTV, નિયંત્રિત એક્સેસ અને મજબૂત સ્ક્રીનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને, આ ICT ટર્મિનલ વિવિધ પ્રકારના કાર્ગોને હેન્ડલ કરવા સક્ષમ છે. તેમાં ઇ-કોમર્સ, ઓટોમોટિવ પાર્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કિંમતી વસ્તુઓ અને અન્ય ઝડપથી બગડી શકે તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ ટર્મિનલ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વ્યાપક કેચમેન્ટ વિસ્તારોને સેવા આપશે. આંતરરાષ્ટ્રીય નિકાસમાં એન્જિનિયરિંગ માલ, વસ્ત્રો, ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણો મુખ્ય છે.
SVPI એરપોર્ટ ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે માળખાગત સુવિધાઓ, ડિજિટલ સિસ્ટમ્સ અને મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં સતત રોકાણ કરી રહ્યું છે. આ પ્રયાસોનો ઉદ્દેશ્ય એક આધુનિક, કાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે, જે પશ્ચિમ ભારતમાં વ્યાપાર અને ઉદ્યોગના વિકાસને વેગ આપશે. આ નવુ ટર્મિનલ એ દિશામાં એક મહત્ત્વનું પગલું છે.












Click it and Unblock the Notifications
