એપોલો હોસ્પિટલમાં ડોક્ટર તથા વોડર્બોયનો યુવતી પર બળાત્કાર
અમદાવાદની જાણીતી હોસ્પિટલ એપોલોમાં યુવતી સાથે ડોક્ટર અને વોડબોયે બળાત્કાર કર્યાની વાત બહાર આવી છે. ડેન્ગ્યુગ્રસ્ત યુવતી અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ થઈ હતી. પરંતુ તે બોલી કે ચાલી શકતી ન હોવાથી વોર્ડબોય તથા ડોક્ટરે તેની સાથે બળાત્કરા કર્યો હોવાની ફરિયાદ પોલિસ ચોપડે નોંધવામાં આવી છે.
જે બાદ અડાલજ પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી છે. યુવતીને પહેલા જનરલ વોર્ડમાં રાખવામાં આવી હતી. જે બાદ વધુ તબિયત લથડતા તેને એમઆઇસીયુ વોર્ડમાં દાખલ કરાઇ હતી. ત્યારે વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર રમેશ ભુરાલાલ ચૌહાણ અને વોર્ડબોય ચંદુ ઉર્ફે ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ વણકર દ્વારા તેની ઉપર બળાત્કાર આચરવામાં આવ્યો હતો.

આ બનાવને લઇને પીડિતાના પરિવારજનો દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો ન હતો. જોકે પરિવારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની વાત કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. અને આરોપીઓની ધરપકડ કરી હતી. એપોલો જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં આવી ઘટના બનતા શહેરીજનો ચોંકી ઉઠ્યા હતા.












Click it and Unblock the Notifications
