દલિત યુવકે બી.જે.મેડિકલમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા, એટ્રોસીટી નોંધાઇ

Subscribe to Oneindia News

શુક્રવારે, અમદાવાદની જાણીતી બી.જે.મેડિકલ કોલેજમાં એક દલિત યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એમ.એસ ત્રીજા વર્ષના વિદ્યાર્થી દ્વારા કરવામા આવેલા આત્મહત્યાના પ્રયાસના કેસમાં શાહીબાગ પોલીસે બી જે મેડિકલ કોલેજના સાત ડોક્ટર (એમએસ ના વિદ્યાર્થી) સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઊંઘની ગોળી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરનાર ડોક્ટરે આરોપ મૂક્યો છે કે તે અનુસુચિત જાતિનો છે અને છેલ્લા અઢી વર્ષથી હેરાન કરવામાં આવતો હતો.

Ahmedabad

23 વર્ષનો એમ.મરિરાજ તામિલનાડુ ના તિરુનેવેલી જિલ્લાનો વંતની છે. અને એમ એસ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે. અઢી વર્ષ પહેલાં તેને ડૉ. નીમા શાહ , ડૉ. પંકજ મોદી, ડૉ. ગુણવંત રાઠોડ, ડૉ.જયેશ પરીખ નામના MS ના વિદ્યાર્થીઓ તેને જાતિ આધારિત શબ્દો બોલી હેરાન કરતા હતા તેમજ તેને કોઈ કામ કરવા દેતા નહોતા. જેથી ત્રાસીને તેને યુનિટ બદલી નાખ્યું હતું. તેમ છતાંય તેને હેરાન કરતા હતા. તેને ઓપરેશન પણ નહોતા કરવા દેતા. શુકવારે સવારે મરિરાજ તેમજ તેની બેચના અન્ય ડોક્ટર ઉત્કર્ષ શાહ, નીલ પટેલ, વિક્રમ મહેતા તેમજ અન્ય ડોક્ટર ઓપરેશન થિયેટરમાં હાજર હતા ત્યારે મરિરાજે ઓપરેશન કરવા માટે કહ્યું હતું પણ હાજર તબીબોએ ઓપરેશન કરવાની ના પાડી હતી અને ફરીથી જાતિ આધારિત શબ્દો કહ્યા હતા. જેથી લાગી આવતા મરિરાજે હોસ્ટેલ પર આવીને ઊંઘની ગોળીઓ ગળી લીધી હતી. જો કે હાલ આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે

English summary
Ahmedabad : B.J.Medical student try to do suicide, Atrocity complain filed. Raed more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.