Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર

CAAના વિરોધમાં અમદાવાદ સજ્જડ બંધ, રાજકોટમાં બંધની નહીવત અસર

નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં આજે દેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે જ્યારે બેંગ્લોર સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ 3 મુફ્તી, 4 મૌલાના સહિત 15 જેટલા મુસ્લિમ આગેવાનોએ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં બંધનું એલાન કર્યું હતું. અમદાવાદમાં બંધની અસર જોવા મળી રહી છે. જમાલપુર, જુહાપુરા, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.

ahmedabad

અમદાવાદમાં લોકો વિરોધ કરવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે જેને પગલે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે. લાલ દરવાજા પાસે લાઠીચાર્જ થયો હોવાની પણ માહિતી મળી છે. બીજી તરફ ગોધરાના મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.

જો કે સૌરાષ્ટ્રમાં બંધની અસર બિલકુલ નથી દેખઆઈ રહી. જૂનાગઢ, અમરેલી, જામનગર, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં સવારથી જ માર્કેટ ખુલ્લી જોવા મળી રહી છે અને વેપારને પણ કોઈ અસર પહોંચી નથી. જો કે રાજકોટના જંગલેશ્વર, ભીસ્તિવાડ, નેહરુનગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ અને સુરતમાં પણ બંધની અસર નહીવત દેખાઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X