ભૂમિની માતાએ કહ્યું કૃણાલ ભૂમિને ફોટો બતાવી માંગતો હતો 25 લાખ

જાણીતા આરજે કૃણાલ દેસાઇની પત્ની ભૂમિ દેસાઇની આત્મહત્યાના પાંચમાં દિવસે ભૂમિ દેસાઇની માતા કવિતા પંચાલે અમદાવાદના આનંદનગર પોલિસ સ્ટેશનમાં કૃણાલ અને તેના માતા-પિતા પર પોલિસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. ભૂમિની માતાએ કૃણાલ પર બ્લેકમેલ કરવાનો, 25 લાખનું દહેજ માંગવાનો, શારિરીક અને માનસિક ત્રાસ આપવાનો અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે.

તો સામે પક્ષે કૃણાલે પણ કહ્યું છે કે ભૂમિના પરિવારે તેની પત્નીની અંતિમવિધિમાં તેને સામેલ નહતો થવા દીધો અને તે સમ્શાનગૃહની બહાર જ ઊભો હતો. વધુમાં કણાલે કહ્યું કે તે ભૂમિને ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ ભૂમિના પરિવારે મને તેની અંતિમવિધિમાં પણ સામેલ નહતો થવા દીધો.

જો કે ભૂમિની માતાએ પોલિસ ચોપડે કેટલાક ચોંકવનારા આક્ષેપ કૃણાલ પર કર્યા છે. કવિતાબેન કહ્યું કે કૃણાલ ભૂમિને બ્લેકમેલ કરતો હતો. તે તેને ફોટો બતાવીને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હવે આ ફોટો શાનો હતો? બેંગકોકમાં તેમની વચ્ચે તેવું તો શું બન્યું હતું? અને ભૂમિ દેસાઇની આત્મહત્યાના આ કેસમાં પાંચવા દિવસે કેવા કેવા નવા સમીકરણો બહાર આવ્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

કવિતાબેનની ફરિયાદ

કવિતાબેનની ફરિયાદ

સોમવારે સવારે ભૂમિ દેસાઇના માતા-પિતા આનંદનગર પોલિસ સ્ટેશન પહોંચ્યા. ભૂમિની મૃત્યુના પાંચમાં દિવસે ભૂમિની માતાએ કૃણાલ અને તેના માતા-પિતા વિરુદ્ધ અધિકૃત ફરિયાદ નોંધાવી તેમના પર સગીન આરોપો લગાવ્યા છે.

કૃણાલે ભૂમિથી માંગ્યા 25 લાખ

કૃણાલે ભૂમિથી માંગ્યા 25 લાખ

કૃણાલ પર ભૂમિની માતા કવિતાબેન બ્લેકમેલ કરવાનો આરોપ લગાવીને કહ્યું કે તે કૃણાલ ભૂમિને ફોટો બતાવીને પૈસાની માંગણી કરતો અને બ્લેકમેલ કરતો. તેણે ભૂમિ પાસે 25 લાખની માંગણી કરી હતી.

કૃણાલે ભૂમિને મારી તેને ઘરની બહાર નીકાળી

કૃણાલે ભૂમિને મારી તેને ઘરની બહાર નીકાળી

ભૂમિની માતા કવિતાબેન કહ્યું કે બેંગકોકથી ભૂમિ જ્યારે 21મી તારીખે અમારા ઘરે આવી ત્યારે તેના બન્ને હાથ પર માર લાગ્યાને અને લોહી બંધાયાના નિશાન હતા. જે પર તેમના દ્વારા પૂછતા ભૂમિ રડતા કહ્યું કે મને કૃણાલે મને મારીને નીકાળી દીધી છે.

ભૂમિને કૃણાલે આત્મહત્યા કરવા પ્રેરી છે- કવિતા

ભૂમિને કૃણાલે આત્મહત્યા કરવા પ્રેરી છે- કવિતા

કવિતાબેન કૃણાલ પર વધુ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભૂમિ આત્મહત્યા કરે તેવી છોકરી જ નથી. જરૂરથી કૃણાલ અને તેના પરિવાર વાળા તેને તેવો શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હશે કે તે કંટાળીને આવું છેલ્લુ પગલું લેવા મજબૂર થઇ હોય.

કૃણાલ જઇ શકે છે જેલ!

કૃણાલ જઇ શકે છે જેલ!

ભૂમિની માતા કવિતાબેન જાણીતા આરજે કૃણાલ દેસાઇ પર જે આરોપો લગાવ્યા છે તે જો સિદ્ધ થઇ જાય તો કૃણાલને જરૂરથી લાંબી જેલ થઇ શકે છે. વધુમાં પોલિસે કૃણાલના ફોનમાંથી પણ ભૂમિના કેટલાક વીડિયો અને ફોટો મળ્યા છે જે પર પોલિસ તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X