અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેરિટેજ વોક દ્વારા અમદાવાદના હેરિટેજ વારસાની મુલાકાત લીધી
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.

અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રકચર, અનેક ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. હેરિટેજ વોકના ગાઇડ્સ દ્વારા સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યા હતાં.
જણાવી દઈએ કે, અમદાવાદ હેરિકેટ વોક દ્વારા ઐતિહાસિક અમદાવાદ શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવે છે.
આ હેરિટેજ વોકની શરૂઆત અમદાવાદના કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરથી થાય છે અને જામા મસ્જિદે પુરી થાય છે.












Click it and Unblock the Notifications
