સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરની હડતાળ સમેટાઈ

Subscribe to Oneindia News

અમદાવાદ માં એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં GCRI કેન્સર હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર્સ હડતાળની સમેટાઈ, આજે ગાંધીનગર ખાતે સર્કીટ હાઉસમાં GCRIના રેસીડેન્ટ ડોક્ટરની એક ટીમે રાજ્યના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી સાથે બેઠક કરી હતી, રેસીડેન્ટ ડોક્ટરની તમામ માંગણીઓ આરોગ્ય વિભાગ સ્વીકારતા હડતાળ સમેટાઈ છે બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપરીન્ટેન્ડન્ટ પ્રભાકર પણ હાજર રહ્યા હતા.

CIVIL

કેન્સર હોસ્પિટલ માં દર્દીઓના સગા દ્વારા રેસીડેન્ટ ડોક્ટર અશોકસિંઘ પર ચાકુ વડે હુમલો કરાતા તમામ રેસીડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. જેને લઇ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ ડોકટરોના કહેવા પ્રમાણે દર્દીઓના સગા સંબંધીઓ અવાર-નવાર ડોક્ટર પર હુમલા કરે છે. સાથે -સાથે ડોકટરોની માંગ હતી હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. અને હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવામાં આવે. જેને લઇ ડોક્ટર પર હુમલા ઓછા થાય, ગત રોજ DCP - ACP કક્ષા અધિકારીઓ દ્વારા ડોક્ટરને સમજાવવા પણ આવ્યા હતા. અને ડોક્ટર્સ જોડે બેઠક પણ કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું, પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. આજે રેસીડેન્ટ ડોકટરો દ્વારા સિવિલ હોસ્પિટલમાં સુપરીન્ટેન્ડન્ટ ઓફિસથી બીજે મેડીકલ કોલેજ સુધી રેલી કાઢવામાં આવી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

doctor

રેસીડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરી જતા દર્દીઓના પરિવારજને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજાની ભૂલના કારણે દુર - દુરથી આવેલા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે જેને લઇ દર્દીઓ અને સગા સંબંધી દ્વારા આજે સીવીલ હોસ્પિટલથી - અસારવા જવાના રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આવી મામલો થાળે પાડી ચક્કાજામ દુર કર્યો હતો.

Read aslo : સુરેન્દ્રનગરમાં બોરવેલમાં પડેલા 4 વર્ષના સાગરનું થયું મોત

રેસીડેન્ટ ડોક્ટરની સાથે - સાથે કેન્સર હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ હડતાળ પર ઉતરી ગયો છે હાલ તો રેસીડેન્ટ ડોકટરોની માંગણીઓ આરોગ્ય વિભાગ સ્વીકારતા હડતાળ સમેટાઈ છે બીજી બાજુ નર્સિંગ સ્ટાફની એક ટીમ ગાંધીનગર ખાતે આરોગ્ય પ્રધાન સાથે બેઠક કરશે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો હડતાળ યથાવત રાખશે. જો કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હડતાળ પાડી પોતાના વિરોધ કરે છે. જેને લઇ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. હવે જોવાનું રહ્યું બે મહીના માં બીજી વાર પડેલી રેસીડેન્ટ ડોક્ટરની હડતાળ આગળ હવે ક્યારે પડશે અને નર્સિંગ સ્ટાફ તેમની હડતાળ ક્યારે સમેટશે?

English summary
Ahmedabad: Civil Hospital Resident Doctors took back their strike.
Please Wait while comments are loading...