અમદાવાદ:મહારાષ્ટ્રની ઇરાની ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ બુધવારે સમગ્ર ગુજરાતના અલગ-અલગ શહેરોમાં તેમજ અન્ય રાજ્યોમાં જઇને નજર ચુકવીનો ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલી મહારાષ્ટ્રની ઇરાની ગેંગના મુખ્ય આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી હતી. ક્રાઇમ બ્રાંચના એડિશનલ ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાશ્મી બેગ અકરમ બેગ ઇરાની નામનો 27 વર્ષનો યુવક બીડ મહારાષ્ટ્રમાં રહે છે અને ગુજરાતમાં તે તેની ગેંગ સાથે આવીને નજર ચુકવીને ચોરી કરવાનું કામ કરતો હતો. પ્રાથમિક પુછપરછમાં છેલ્લાં ત્રણ વર્ષમાં તેણે ગુજરાત અને અન્ય રાજ્યમાં 27 જેટલી ચોરી કરી હતી. જેમાં મોરબી, જામનગર, વેરાવળ, ગાંધીધામ, ઉપલેટા, જેતપરુ, પોરબંદર, ઓરંગાબાદ, ઝાલના જીલ્લો, નાદેડ, મુંબઇ, મધ્ય પ્રદેશના ધાર જીલ્લામાં કુલ 28 જેટલી ચોરીમાં કુલ 5 લાખ રૂપિયા જેટલી રકમની ઉઠાંતરી કરી હતી.

Gujarat Crime

તેની મોડસ ઓપરેન્ડી એ હતી કે, તે તેની ગેંગ સાથે એટીએમમાં પૈસા ગણતા વ્યક્તિ પાસે જઇને તેણે કાઢેલી નોટો નકલી હોવાનું કહીને ચેક કરવાનું નાટક કરીને ચોરી કરતા હતા. સોનીની દુકાનમાં ત્રણથી ચાર લોકોની ગેંગ સાથે જઇને દાગીના ખરીદવાના બહાને નજર ચુકાવી દાગીનાની ચોરી કરતા હતા. ઝડપાયેલા આરોપી ઉપરાંત, આ ગેંગના અન્ય સભ્ચો પણ ગુજરાતમાં આવ્યા હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. જેથી અન્ય આરોપી ઝડપાતા અન્ય ગુનાના ભેદ પણ ઉકેલાવાની શક્યતા છે. હાલ આ આરોપીની પ્રાથમિક પુછપરછ કરીને તેને ગુજારાતના અન્ય પોલીસને હવાલે કરવામાં આવનાર છે. જો કે, ઝડપેલા આરોપી પાસેથી કેટલા મુદ્દામાલની રિકવરી થઇ શકે તેમ છે. તે મોટો પ્રશ્ન છે, કારણ કે ચોરીનો તમામ મુદ્દામાલ તે મહારાષ્ટ્રમાં વેચી દેતા હતા.

English summary
Ahmedabad crime branch arrested Irani Thieves gang of Maharashtra. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.