હત્યાને આત્મહત્યામાં ખપાવનાર આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

અમદાવાદના સરદારનગરમાં સામાન્ય બાબતે થયેલ હત્યાને આત્મહત્યામાં ખપાવી નાખનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીને પૂછવામાં આવતા આરોપીએ પોલીસના ગેરમાર્ગે દોર્યા હતા. આરોપીએ હત્યા કરી સ્થાનીકોમાં એવી વાત વહેતી કરી હતી યુવકે જાતેજ પોતાની જાતને છરી મારી આત્મહત્યા કરી નાખી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરતા મૃતદેહ પાસેથી હથિયાર મળી ન આવતા પોલીસને હત્યા થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

crime

પોલીસે તપાસ કરતા અમૃત સોલંકીની હત્યા રવિ ચોટી ઉર્ફે બરફ ગોળાવાળો તમંચે તેના બનેવી અને મિત્રના મદદ કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ રવીએ કબુલાત કરી છે. તેના બનેવી ગુડ્ડુ જોડે અમૃત સોલંકીનું ઝગડો થતા તે ઉશ્કેરાઈ જતા તીક્ષણ હથિયારથી તેને અમૃત સોલંકીની હત્યા કરી હતી. અને હથિયારને નદીમાં ફેંકી દીધો હતો અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે કારસો રચ્યો હતો.

English summary
Ahmedabad: Crime Branch arrested one accused in murder case at Sardar Nagar
Please Wait while comments are loading...