For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુબેરનગર છારાનગરમાં દરરોજ 2 શિફ્ટમાં દરોડા પાડવા DGPનો આદેશ

રાજ્ય પોલીસ વડા શીવાનંદ ઝા મંગળવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સંબોધીને પરિપત્ર જારી કર્યો હતો કે છારાનગર અને કુબેરનગરમાં દેશી દારૂના ધંધા પર રેડ પાડવાનું જણાવ્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

છેલ્લાં ઘણા સમયથી અમદાવાદ શહેર પોલીસે દેશી દારૂનુ હબ ગણાતા કુબેરનગર છારાનગરમાં સતત દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા આઠ જેટલા દરોડામાં પોલીસે હજારો લીટર દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો વોશ જપ્ત કરીને અનેક બુટલેગરોની ધરપકડ કરી હતી. તેમ છતાંય, સ્થાનિક બુટલેગરો સુધરવાનું નામ નહોતા લેતા. ઇન્ટરનેશલ વુમન ડેએ તો એવુ બન્યુ કે સેક્ટર -2 જેસીપીની હાજરીમાં કુબેરનગરમાં મહિલા બુટલેગરોએ જાહેરમાં જ કહી દીધુ કે અમે દારૂ વેચવાનો ધંધો કરીશુ જ જે થાય તે કરી લેજો. જેનો વિડીયો સોશિયસ મીડીયામાં વાયરલ પણ થયો હતો અને અખબારોમાં પણ નોંધ લેવામાં આવી હતી.

liquor

આ બાબતને ગંભીરતાથી લઇને રાજ્ય પોલીસ વડા શીવાનંદ ઝા મંગળવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સંબોધીને પરિપત્ર જારી કર્યો હતો કે છારાનગર અને કુબેરનગરમાં દેશી દારૂના ધંધા હજુ પણ મોટા પાયે ચાલવાની શક્યતા છે. જેથી હજુ પણ મોટાપાયે રેડ કરવાની અને બુટલેગરો સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. જેથી આ વિસ્તારમાં સંપૂર્ણ રીતે દારૂના દુષણને નાબુદ કરવા માટે દરરોજ બે સિફ્ટમાં 15 થી 20 જેટલા પોલીસ સ્ટાફને સાથે રાખીને નિયમિત રીતે દરોડા પાડવા અને જો જરૂર જણાય તો વધારે સ્ટાફને પણ સાથે રાખવાની તાકીદ કરી છે. આ તમામ દરોડા પર જેસીપી સેક્ટર -2 અશોક .યાદવને સુપરવિઝન કરવાનું રહેશે અને દરોડા અંગેના અહેવાલ નિયમિત રીતે ડીજીપી ઓફિસ પર મોકલવાના રહેશે. તેમજ આ પરિપત્રનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે તેમ પણ જણાવવામાં આવ્યુ છે.

dgp latter

ઉલ્લેખનીય છે કે અમદાવાદના સરદારનનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુબેરનગર છારાનગરમાં સૌથી વધારે દેશી અને ઇગ્લીશ દારૂના અડ્ડા આવેલા છે અને ત્યાં કરોડો રૂપિયાનો દારૂ નિયમિત રીતે વેચાઇ છે. જ્યારે શીવાનંદ ઝા અમદાવાદના પોલીસ કમિશનર હતા ત્યારે પણ આ ધંધો બેરોકકોટ ચાલતો હતો પણ આ સમયે તેમના ધ્યાને આ બાબત આવી નહોતી અને પણ પોલીસ કમિશનર એ કે સીંગ હવે કડક હાથે કામ કરી રહ્યા છે. ત્યારે તેમના પરિપત્રથી વિવાદ પણ થઇ શકે તેમ છે કારણ કે શીવાનંદ ઝા પોતે પણ આ અંગે કોઇ કાર્યવાહી કરી શક્યા હોત કે જેઓ જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર હતા.

English summary
Ahmedabad : DGP order to conduct raids in two shifts in Chharanagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X