સ્વાતંત્ર્ય દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદ ખાતે કરાશે
આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન અમદાવાદ જિલ્લા પ્રશાસને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરવામાં આવશે.
સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરઈ છે. કલેક્ટરે ૧૫મી ઑગસ્ટની ઉજવણી સ્થળ સાણંદની એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આયોજન તથા પૂર્વતૈયારીઓ અંગે બેઠક યોજી હતી.

આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો આપ્યાં હતાં તેમજ આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાણંદ એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (ગ્રામ્ય), જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રી તથા સાણંદ તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
