અમદાવાદમાં સ્કૂલ બસનો થયો અકસ્માત, 2 બાળકો ગંભીર

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં મેમનગરમાં એક સ્કૂલ બસનો ટ્રક સાથે અકસ્માત થતા 12 થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને 2 બાળકોની હાલત ગંભીર છે. નોંધનીય છે કે અમદાવાદની દિવ્યપંથ સ્કૂલની બસનો નવાપુરા પાટિયા પાસે એક ફૂલ સ્પીડમાં આવતી ટ્રક સાથે અકસ્માત થતા આ દુર્ધટના સર્જાઇ હતી. જો કે સ્કૂલ બસનો અકસ્માત થતા આસપાસથી લોકો તરત જ દોડી આવ્યા હતા બાળકોની મદદ કરવા માટે. અને વિદ્યાર્થીઓને સોલા અને ઝાયડસ ખસેડવામાં આવ્યા હતા.

bus accident

જો કે સ્કૂલ બસના અકસ્માત પછી રોષે ભરાયેલી ભીડે આગ ચાંપી કરીને હાઇ વે ચક્કાજામ કર્યો હતો. નોંધનીય છે કે અમદાવાદમાં બેફામ વહાનો ચલાવાનો સિલસિલો લાંબા સમયથી ચાલી આવી રહ્યો છે. અને આ જ કારણ છે કે મોટા ભાગના અકસ્મતો વધુ પડતી સ્પીડના કારણે જ થાય છે. ત્યારે સ્કૂલના બાળકોની બસનો અકસ્માત થયા પછી પ્રશાસન અને નાગરિકો દ્વારા ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય તો આવા અકસ્માતો ટાળી શકાય છે.

English summary
Ahmedabad: Divyapath school bus accident, 15 student injured near changodar.
Please Wait while comments are loading...