ટિકિટ નહીં મળતા હરિન પાઠકે મોદી વિરુધ્ધ ઠાલવી પોતાની હૈયા વરાળ

Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 માર્ચ: દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાઇ રહ્યો છે. દરેશ પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે અને તેની સાથે સાથે અવનવા વિવાદો પણ બહાર આવી રહ્યા છે. શનિવારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 9 ઉમેદવારોની સૂચિ બહાર પાડી જેમાં પાંચ ઉમેદવારો ગુજરાતના જાહેર કરવામાં આવ્યા છે. જોકે સૂચિ જાહેર થતાં જ નવો વિવાદ સામે આવ્યો છે, અને આ વિવાદ છે અમદાવાદ પૂર્વથી હાલના સાંસદ હરિન પાઠકને ટિકિટ નહીં ફાળવવાનો વિવાદ.

હરિન પાઠક અમદાવાદ પૂર્વની લોકભા બેઠક પરથી છેલ્લા સાત વર્ષથી જીતતા આવ્યા છે પરંતુ આ વખતે તેમનું પત્તુ કાપી નાખીને અભિનેતા પરેશ રાવલને અહીંથી ટિકિટ ફાળવવામાં આવી છે. જોકે જાણકારોનું માનવું છે કે હરિન પાઠક લાલકૃષ્ણ અડવાણીના ખાસ હોવાના કારણે તેમનું પત્તુ મોદીએ કાપ્યું હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે પાર્ટીમાં પોતાનો દબદબો વધવાના કારણે મોદીએ જ દિગ્ગજ નેતા જસવંત સિંહને પણ બાડમેર લોકસભા બેઠકથી ટિકિટ નહી અપાવી હોય એવું મનાય છે.

જોકે હરિન પાઠકે આ ટિકિટ નહીં મળવા અંગે પોતાની હૈયાવરાળ મીડિયા સામે ઠાલવી હતી અને જણાવ્યું હતું કે 'મને અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાર્ટીએ પહેલી વાર 1989માં હારવા માટે ઊભો રાખ્યો હતો, પાર્ટી ખબર હતી કે અહીં ભાજપની હાર થવાની છે. પાર્ટીએ મને એમ પણ કહ્યું હતું કે હારવા માટે માનસિક રીતે તૈયાર રહેજો, પરંતુ એ ચૂંટણીમમાં મે ભાજપને આ બેઠક જીતીને આપી, અને આજ દિન સુધી સતત સાત વખતથી હું આ બેઠક પરથી ચૂંટાતો આવું છું, અને માત્રને માત્ર મારા કાર્યને જોઇને લોકો મને ચૂંટે છે. તેમ છતાં પાર્ટીએ મારી સાથે આવું કર્યું એનું મને દુ:ખ છે.'

હરિન પાઠકે વધુમાં જણાવ્યું કે 'ભારતીય જન સંઘના વિચારોને આખા ગુજરાતમાં ફેલાવા માટે મેં અને સ્વ. અશોક ભટ્ટે અથાગ પ્રયત્નો કર્યા હતા, અને ભારતીય જનતા પાર્ટીને અડવાણીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી હતી. મેં હંમેશા અમદાવાદના લોકોની સાથે એક પરિવારની જેમ કામ કર્યું છે. મેં લોકોના ઘરે ઘરે જઇને તેમના નળ-નાળીઓના કામ કરાવ્યા છે અને સાંસદ નહીં રહું તો પણ કરતો રહીશ.'

હરિન પાઠકે મોદી પ્રત્યે આડકતરી રીતે પ્રહાર કર્તા જણાવ્યું કે 'જે લોકો કોંગ્રેસમાં બેસીને ભાજપના નેતાઓ પર પ્રહારો કરતા હતા, ચૂંટણી આવે ત્યારે ગાળો બોલતા હતા, ભાજપના નેતાઓ પર હુમલાઓ કરતા હતા તેવા તત્વોને પાર્ટીમાં સામેલ કરી લીધા તે એક મારા માટે આશ્ચર્યની બાબત છે. માત્ર હું જ નહીં પરંતુ કચ્છથી લઇને દાહોદ સુધી લોકો પાર્ટીના આ નિર્ણયથી હેરાન છે.'

હરિન પાઠકને એવો સવાલ કરતા કે તમારા બદલે પરેશ રાવલને ટિકિટ અપાઇ છે એના વિશે તમારું શું મંતવ્ય છે તો તેમણે જણાવ્યું કે 'મારું જ નહીં પરંતું અમદાવાદના લોકોનું પણ એ જ મંતવ્ય અને અપેક્ષા છે કે તેમનો સાંસદ તેમની વચ્ચેનો હોય, સ્થાનીય હોય, જે તેમના માટે 24 કલાક માટે હાજર રહે.'

મોદીની 'હેરાફેરી', હરિન પાઠક Out પરેશ રાવલ In

મોદીની 'હેરાફેરી', હરિન પાઠક Out પરેશ રાવલ In

મોદીની 'હેરાફેરી', અમદાવાદ પૂર્વથી હરિન પાઠક Out પરેશ રાવલ In.

હરિન પાઠક, ભાજપ નેતા

હરિન પાઠક, ભાજપ નેતા

હરિન પાઠકે આ ટિકિટ નહીં મળવા અંગે પોતાની હૈયાવરાળ મીડિયા સામે ઠાલવી હતી અને જણાવ્યું હતું કે 'મને અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાર્ટીએ પહેલી વાર 1989માં હારવા માટે ઊભો રાખ્યો હતો, પાર્ટી ખબર હતી કે અહીં ભાજપની હાર થવાની છે. પાર્ટીએ મને એમ પણ કહ્યું હતું કે હારવા માટે માનસિક રીતે તૈયાર રહેજો, પરંતુ એ ચૂંટણીમમાં મે ભાજપને આ બેઠક જીતીને આપી, અને આજ દિન સુધી સતત સાત વખતથી હું આ બેઠક પરથી ચૂંટાતો આવું છું, અને માત્રને માત્ર મારા કાર્યને જોઇને લોકો મને ચૂંટે છે. તેમ છતાં પાર્ટીએ મારી સાથે આવું કર્યું એનું મને દુ:ખ છે.'

હરિન પાઠકે ઠાલવી હૈયા વરાળ

હરિન પાઠકે ઠાલવી હૈયા વરાળ

હરિન પાઠકે વધુમાં જણાવ્યું કે 'ભારતીય જન સંઘના વિચારોને આખા ગુજરાતમાં ફેલાવા માટે મેં અને સ્વ. અશોક ભટ્ટે અથાગ પ્રયત્નો કર્યા હતા, અને ભારતીય જનતા પાર્ટીને અડવાણીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી હતી. મેં હંમેશા અમદાવાદના લોકોની સાથે એક પરિવારની જેમ કામ કર્યું છે. મેં લોકોના ઘરે ઘરે જઇને તેમના નળ-નાળીઓના કામ કરાવ્યા છે અને સાંસદ નહીં રહું તો પણ કરતો રહીશ.'

હરિન પાઠકે ઠાલવી હૈયા વરાળ

હરિન પાઠકે ઠાલવી હૈયા વરાળ

હરિન પાઠકે મોદી પ્રત્યે આડકતરી રીતે પ્રહાર કર્તા જણાવ્યું કે 'જે લોકો કોંગ્રેસમાં બેસીને ભાજપના નેતાઓ પર પ્રહારો કરતા હતા, ચૂંટણી આવે ત્યારે ગાળો બોલતા હતા, ભાજપના નેતાઓ પર હુમલાઓ કરતા હતા તેવા તત્વોને પાર્ટીમાં સામેલ કરી લીધા તે એક મારા માટે આશ્ચર્યની બાબત છે. માત્ર હું જ નહીં પરંતુ કચ્છથી લઇને દાહોદ સુધી લોકો પાર્ટીના આ નિર્ણયથી હેરાન છે.'

હરિન પાઠકે ઠાલવી હૈયા વરાળ

હરિન પાઠકે ઠાલવી હૈયા વરાળ

હરિન પાઠકને એવો સવાલ કરતા કે તમારા બદલે પરેશ રાવલને ટિકિટ અપાઇ છે એના વિશે તમારું શું મંતવ્ય છે તો તેમણે જણાવ્યું કે 'મારું જ નહીં પરંતું અમદાવાદના લોકોનું પણ એ જ મંતવ્ય અને અપેક્ષા છે કે તેમનો સાંસદ તેમની વચ્ચેનો હોય, સ્થાનીય હોય, જે તેમના માટે 24 કલાક માટે હાજર રહે.'

English summary
BJP dumps Harin Pathak, Ahmedabad East candidate should be local he says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X