અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગ, 1 વ્યક્તિનું મોત

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે, અમદાવાદમાં આશ્રમરોડ પાસે ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં એક આંગડિયા પેઢીના કર્મચારીની મોત થઇ છે. પ્રાથમિક તપાસ મુજબ માનવામાં આવે છે કે આ ફાયરિંગ લૂંટના ઇરાદે થયું છે. જો કે ફાયરિંગના કારણે કર્મચારીનું મોત થયું છે. આ કર્મચારી પટેલ ચીમનલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં કામ કરતો હતો તેમ જાણવા મળ્યું છે. અને અમદાવાદથી પાલનપુર તરફ જઇ રહ્યા હતા. કર્મચારી જ્યારે બુલેરો ગાડીમાં જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેને રોકી ફાયરિંગ કર્યું હતું. જેમાં પેઢીના કર્મચારી તેવા અરવિંદ ભાઇ ઇજાગ્રસ્ત થયા હતા પણ હોસ્પિટલ ખસેડવા સુધીમાં તેમનું મોત થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ સવારે 4-5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

firing

જો કે તેમ પણ માનવામાં આવે છે કે આ ભાઇ પાસે ભારે કેશ હતી જેની લાલચમાં આવીને જ આ ફાયરિંગ થયું છે. જો કે વહેલી સવારે આશ્રમ રોડ જેવા ભરચક વિસ્તારમાં ફાયરિંગ થતા ત્યાંના લોકો પણ અવાચક થઇ ગયા છે. અચાનક જ ફાયરિંગ અવાજ સંભળાતા લોકોમાં ડરનો મહોલ ઊભો થયો હતો. જો કે હાલ ક્રાઇમ બ્રાંચ સમેત પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો છે. અને આ અંગે વિધિવત તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ તે વાત પણ બતાવે છે કે અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કંઇ હદે વકરી રહી છે.

police

English summary
Ahmedabad : Firing at Ashram road, One person died. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.