અમદાવાદમાં બે ભાઇઓ પર ગોળીમારીમાં એકની મોત
અમદાવાદમાં મોડી રાત્રે બે ભાઈઓ પર ફાયરીંગ કરવામા આવી હતી. જેમા એકનું મોત અને બીજાને હોસ્પિટલમાં ખસેડાયા આવ્યો હતો.
ગોમતીપુરના કામદાર મેદાન પાસે સાળંગપુર બ્રીજ નીચે મોડી રાત્રે બે ભાઈઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરીફ હુસેન અને સાદીક હુસેન નામના બે ભાઈઓ પર ફાયરિંગ થતા બંનેને વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સાદીકનું મોત થયું હતું. અને આરીફ સારવાર હેઠળ છેફાયરીંગની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસે તપાસમાં ઇશાક નામનાં શખ્સે બંને ભાઈઓ પર ફાયરીંગ કર્યું હતું. સાજીદને છાતીના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું . પોલીસને પાંચ જીવતા કારતૂસ પણ ઘટના સ્થળ પરથી મળી આવ્યા હતા. ઈશાક માથાભારે વ્યક્તિ છે તેના ગેરકાનૂની ધંધા પણ વિસ્તારમાં ચલાવે છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.












Click it and Unblock the Notifications
