Ahmedabad metro : અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન સફળ
Ahmedabad metro : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ વિજયા દશમીના શુભ દિવસે ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. હાલમાં સચિવાલય સુધી કાર્યરત મેટ્રો લાઇનનો સફળ ટ્રાયલ રન હવે માર્ગના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી પહોંચી ગયો છે.

આ ટ્રાયલ ઓપરેશનમાં સચિવાલયથી આગળના પાંચ નવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ પાંચ સ્ટેશનોમાં અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને અંતે મહાત્મા મંદિર. મહાત્મા મંદિર સ્ટેશન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ ફેઝ-2નું છેલ્લું મેટ્રો સ્ટેશન છે.
આ ટ્રાયલ રન સફળ થયા બાદ મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે જરૂરી મંજૂરીઓ મેળવવા માટે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) ને પ્રસ્તાવ મોકલવામાં આવશે. એકવાર મંજૂરી મળ્યા પછી નવા વર્ષની શરૂઆત સુધીમાં નાગરિકો માટે મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે.
આ વિસ્તરણ સાથે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો કનેક્ટિવિટી હવે 68 કિલોમીટર અને 53 સ્ટેશનોને આવરી લેશે.












Click it and Unblock the Notifications
