અમદાવાદઃ પરિવાર પર ગુંડાઓએ હુમલો કર્યો, 20 દિવસની નવજાત બાળકીનું મોત
અમદાવાદઃ પરિવાર પર ગુંડાઓએ હુમલો કર્યો, 20 દિવસની નવજાત બાળકીનું મોત
અમદાવાદઃ અમદાવાના મેઘાણીનગર વિસ્તારમાં માનવતાને પણ શરમમાં મૂકે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. કેટલાક નીચ ગુંડાઓએ મેઘાણીનગરમાં રહેતા એક પરિવાર પર લાકડીથી હુમલો કર્યો હતો. આરોપીઓએ 20 દિવસની નવજાત માસૂમ બાળકીને પણ ન છોડી. નિર્દય ગુંડાઓએ ઘરમાં ઘૂસી 20 દિવસની બાળકીની હત્યા કરી.

ઈન્સ્પેક્ટર પીજી સરવૈયાએ જણાવ્યા મુજબ લાકડી લઈ પાંચ શખ્સો ગુરુવારે રાત્રે લક્ષ્મી પટ્ટનીના ઘરમાં ઘૂસ્યા હતા. આરોપીઓએ જૂઠ્ઠાણું અને જૂની દુશ્મનાવટને પગલે ઘરમાં રહેતી ત્રણ મહિલાને લાકડીથી માર માર્યો હતો, એટલું જ નહિ આરોપીઓએ લક્ષ્મીની 20 દિવસની દીકરી ખુશ્બુના માથા પર પણ લાકડી મારી હતી, જેને પગલે માસૂમ બાળકી મૃત્યુ પામી.
જ્યારે આ ઘટનામાં લક્ષ્મી અને તેની બહેન ઈજાગ્રસ્ત થઈ હતી. શુક્રવારે પોલીસે સતિશ પટ્ટની અને હિતેશ મારવાડી નામના બે હત્યારાઓની હત્યા અને દહેશત ફેલાવવાના ગુના હેઠળ ધરપકડ કરી લીધી છે. ડેપ્યૂટી કમિશ્નર ઑફ પોલીસ નિરજ બડગુજરે જણાવ્યા મુજબ બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
ઈન્સપેક્ટર પીજી સરવૈયાએ કહ્યું કે, પકડાયેલા બંને આરોપીઓ સ્થાનિક ગુંડા છે અને અસામાજીક પ્રવૃત્તિ માટે બંને જાણીતા છે, જેમાંથી સતિશ પટ્ટની પર હુમલા સહિતના 10 જેટલા ગુના નોંધાયેલ છે અને હિતેશ મારવાડી પર પણ આવા જ ગુના પહેલેથી જ નોંધાયેલ છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી







Click it and Unblock the Notifications
