અમદાવાદઃ ઇથીનીલથી ફળો પકવતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી

Subscribe to Oneindia News

ગુજરાત હાઇકોર્ટે કાર્બાઇડ અને ઇથીનીલથી ફળો પકવતાં વેપારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, આ હેઠળ AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ફળોના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાલુપુર અને નરોડા ફ્રુટ માર્કેટ સહિત શહેરભરમાં કાર્બાઇડથી ઇથીનીલથી કેરી પકવતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

mango

ઇથીનીલ અને કાર્બાઇડનો મોટો જથ્થો જપ્ત

આરોગ્ય વિભાગે શહેરભરમાં તપાસ દરમિયાન 191 એકમોને નોટીસ આપી હતી, જેમાંથી 5 એકમોને સીલ મારવામાં આવ્યા હતા. આ વેપારીઓ પાસેથી રૂ.1.46 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ઇથીનીલ અને કેલ્શિયમ કાર્બાઈડની પડીકીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાર્બાઇડ અને ઇથિલીનથી પકવેલી 3888 કિલો અખાદ્ય કેરીનો આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાસ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફ્રુટ માર્કેટમાં અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.

mango

ઇથીનીલ અને કાર્બાઇડના ઉપયોગની મનાઇ

આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરની ફ્રુટ માર્કેટમાં જાણ પણ કરવામાં આવી હતી કે, ફળો પકવવા માટે ઇથીનીલ અને કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ બાબતે શહેરભરમાં પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે. પૈસાની લાલચમાં વેપારીઓ ફળને ઝડપી પકવવા માટે કાર્બાઈડ અને ઇથીનીલનો ઉપયોગ કરે છે.

English summary
Ahmedabad : Health department raid in mango vendor at nardoa and kalupur.
Please Wait while comments are loading...