ઝાંઝરીના ધોધમાં ફરી બે યુવાનોનો ભોગ લેવાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ઉનાળો આવતા જ યુવાનો ધોધ તેમજ નદીમાં ન્હાવાના પ્લાન બનાવા લેતા હોય છે. જો કે આ મજા ક્યારેક સજામાં ફેરવાઈ જાય છે તેની યુવાનોને ખબર પડતી નથી. આવી જ એક ઘટના ઝાંઝરીના ધોધ ખાતે બની હતી. જેમાં બે યુવાનો નહ્વાવા પડ્યા હતા અને ઉંડા પાણીમાં ડૂબી જતા યુવાનોના મોત થાય હતા. આ યુવાનો અમદાવાદના શાહપુર વિસ્તારના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ઝાંઝરી ધોધમાં નાહવા પડેલા બે યુવકોનાં ડૂબી જવાથી મોત થયાં છે. બંને યુવાનો મિત્રો સાથે ફરવા અરવલ્લી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝાંઝરીનો ધોધ સહેલાણીઓ માટે વન ડે પિકનિક માટે મજાનું સ્થળ ગણાય છે અને લોકો વારંવાર ત્યાં મિત્રો તથા પરિવાર જનો સાથે ફરવા જતા હોય છે.

death

જોકે અહીં વારંવાર વ્યક્તિઓના ડૂબવાની પણ ર્દુઘટના બનતી રહે છે. ત્યારે કેટલાક સહેલાણીઓએ જણાવ્યું હતું કે સરકારે અહીં જોખમકારક પાણીની ઉંડાઈ હોવાના બોર્ડ મારવા જોઈએ. તો કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકોને ખબર જ છે કે નહીં ન્હાવું એ જોખમ છે છતાં લોકો પાણીમાં ન્હાવા પડતા હોય છે.વળી લોકવાયકા પણ છે કે આ ધોધ હંમેશાં લોકોનો ભોગ લે છે માટે અહીં ન્હાવા પડવું હિતાવહ નથી. તેમ છતાં લોકો અહીં ન્હાવા જતા હોય છે. અને પોતાનો જીવ ગુમાવે છે.

નોંધનીય છેકે જે યુવાનો આવ્યા હતા તે મિત્રો સાથે ફરવા આવેલા બેયુવાનો અરવલ્લીના ઝાંઝરી ધોધમાં નાહવા પડ્યા હતા. બંને યુવકોનાં ડૂબી જવાથી મોત થયાં હતા. બંને યુવાનો અમદાવાદના શાહપુર વિસ્તારના છે. બંને મૃતકોનાં નામ નિલેશ અને જિતેન્દ્ર પરમાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આંબલિયારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી બંનેના મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે મોકલી દીધા છે તેમ જ આગળની કાર્યવાહી કરી રહી છે.

English summary
Ahmedabad Jhanjhari waterfall: two youths died after drowning. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.