પાવાગઢમાં પ્રેમી પંખીડાએ ગેસ્ટ હાઉસમાં કર્યો આપઘાત

Subscribe to Oneindia News

પંચમહાલના પાવાગઢમાં એક ગેસ્ટ હાઉસમાં પ્રમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મળતી માહિતી મુજબ પાવાગઢમાં આવેલ ગુજરાત ગેસ્ટ હાઉસમાં અમદાવાદના ગોમતીપુરના યુવક યુવતી રોકાયા હતા. ગેસ્ટ હાઉસના રૂમમાં બંને પ્રેમીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જમવાનું વેટરને રૂમમાં આપી જવા માટે ઓર્ડર આપવામાં આવ્યું હતું. જેથી જમવાનું લઇ વેટર રૂમમાં આવતા અંદર રૂમ બંધ હોય વેટર દ્વારા બૂમ પાડવા છતાં રૂમ ન ખોલતા વેટરે માલીકને જાણ કરી હતી. માલિકે દરવાજો તોડી રૂમમાં જતા યુવક યુવતીની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં પંખા સાથે લટકતી હતી.

lover

જે બાદ ગેસ્ટ હાઉસના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને લાશનો કબજો લઇ મૃતદેહને પીએમ એર્થે ખસેડ્યો હતો. મૃતકોના પરિવારજનો જાણ કરી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. સંજય કિરણભાઈ રાવલ અને કલાવતી સોહનકુમાર પ્રજાપતિના બંને ગોમતીપુરના રહેવાસી હતા. બંને એક-બીજા જોડે પ્રેમ કરતા હોવાથી પરિવાર દ્વારા બંનેના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરતા બંને પ્રેમી પાવાગઢ ખાતે આવી ગેસ્ટહાઉસમાં આપઘાત કર્યો હતો.

English summary
Ahmedabad : Lovers committed suicide in guest house in Pavagadh
Please Wait while comments are loading...