For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ahmedabad MNC Result 2021 Live: અમદાવાદમાં ભગવો લહેરાયો

Ahmedabad MNC Result 2021 Live: અમદાવાદની 191 સીટ પર મતગણતરી હાથ ધરાઈ

|
Google Oneindia Gujarati News

- ચાંદખેડામાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય. અમદાવાદમાં કોંગ્રેસનો કરુણ રકાસ.

- પરંપરાગત ખાડિયા બેઠક ભાજપે સાચવી રાખી, ખાડિયામાં ફરી એકવાર ભાજપનો વિજય થયો છે. ઉમેદવારોમાં ખુશીની લાગણી. આ બેઠક પર ચારેચાર ચહેરા બદલી કાઢવામાં આવ્યા હતા. ભાજપે નો રિપિટ થિયરી અપનાવી હોવાથી અહીં નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો હતો.

- અમદાવાદઃ AIMIMના ઉમેદવારે ફરી મતગણતરીની માંગ કરી, બહેરામપુરામાં કોંગ્રેસના ઉમેદવાર જીતતાં AIMIMના ઉમેદવારે ફરી મતગણતરીની માંગ કરી.

- નવા વાડજ મા ભાજપની પેનલની જીત, ઉમેદવાર યોગેશ પટેલ, વિજય પંચાલ, લલિતા મકવાણા, ભાવના વાઘેલાની જીત

- વોર્ડ 24 નિકોલમાં 13 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી. ઉષા રોહિત - 26984, દિપક પંચાલ - 25449, બળદેવ પટેલ - 27056 અને વિલાસ દેસાઈને 25159 વોટ મળ્યા.

- દાણીલીમડા માં કોંગ્રેસની પેનલની 16000 ના માર્જિનથી જીત. કોંગ્રેસના ઉમેદવાર શહેઝાડ ખાન પઠાણ, સલીમ સાબુવાલા, જમના વેગડા, રમીલા પરમારની જીત

- વોર્ડ 35 બહેરામપુરામાં પોસ્ટલ બેલેટ સહિત 11 રાઉન્ડ ના અંતે કોંગ્રેસની જીત. કમળાબેન ચાવડા - 14800, તસ્નીમઆલમ બાવા સાહેબ - 12702, રફીક શેખ - 11913, શાહજહાબાનું અન્સારી - 13084 વોટ

- વોર્ડ 26 બાપુનગરમાં 10 રાઉન્ડના અંતે ભાજપની 3 અને 1 કોંગ્રેસના ફાળે. અશ્વિન પેથાણીને - 21167 વોટ, જયશ્રી દાસરી - 18963 વોટ, પ્રકાશ ગુર્જર - 18071 વોટ, અને જે ડી પટેલ (કોંગ્રેસ)- 17345 વોટ

- ખોખરામાં દસ રાઉન્ડ પૂર્ણ, ભાજપની પેનલની જીત

- નવરંગપુરા, થલતેજ, વસ્ત્રાલ, વસ્ત્રાલ, જોધપુર, નિકોલ ભાજપની પેનલ જીત. ભાજપ 25 બેઠક પર જીત્યું

- વસ્ત્રાલમાં ભાજપ જીતની નજીક. 12માંથી 11 રાઉન્ડ પૂર્ણ, રિપીટ કરાયેલા અનિરૂઢસિંહ ઝાલા સૌથી વધારે 34872 મતોથી આગળ, મહિલા કાઉન્સિલર ગીતાબેન પ્રજાપતિ અને ચંદ્રિકાબેન પટેલ 33- 33 હજારથી આગળ. રિપીટ કરાયેલ અને પૂર્વ હેલ્થ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ 30813 મતોથી આગળ.

- ખોખરા, નવરંગપુરા, ગોતામાં ભાજપની જીત. થલતેજ માં 11 માંથી 9 રાઉન્ડ પૂર્ણ ભાજપ જીત તરફ.

- દાણીલીમડામાં બે રાઉન્ડના અંતે ભાજપના ગીતાનજલી ગુપ્તા આગળ, ભાજપના મહેશ પરમાર આગળ. કોંગ્રેસના જમનાબેન વેગડા આગળ, કોંગ્રેસના રમીલાબેન પરમાર આગળ.

- બહેરામપુર વોર્ડ નંબર 35માં રાઉન્ડ 1ના અંતે AIMIM આગળ

- વસ્ત્રાલ 41માં 7 રાઉન્ડ બાદ ભાજપ આગળ.

- ખોખરા વોર્ડ નંબર 44ના 4 રાઉન્ડ પૂર્ણ, ભાજપ આગળ.

- ગોતા વોર્ડ નંબર 1નો રાઉન્ડ 3 પૂર્ણ, ભાજપ આગળ.

- અસારવા વોર્ડ નંબર 15નો એક રાઉન્ડ પૂરો, ભાજપ આગળ.

- જોધપુર વોર્ડ 20ના 3 રાઉન્ડ પૂર્ણ, ભાજપની પેનલ આગળ.

- દાણીલીમડા વોર્ડ નંબર 36માં 1 રાઉન્ડ પૂર્ણ. ભાજપ આગળ.

- થલતેજ વોર્ડ નંબર 8માં 5 રાઉન્ડ પૂર્ણ. ભાજપના 4 ઉમેદવાર આગળ.

- સરદારનગર 4 રાઉન્ડ પુરા, ભાજપના 4એ ઉમેદવાર આગળ.

- થલતેજમાં 5 રાઉન્ડ પૂર્ણ. ભાજપની ચારેય બેઠક પર ભાજપ આગળ. નિરુબેન ડાભી 16225 મતથી આગળ. ઋષિના પટેલ 15447, સમીર પટેલ 15752 મતો થી અને હિતેશ બારોટ 15499 મતોથી આગળ

- વસ્ત્રાલમાં 6 રાઉનડ પૂર્ણ. વસ્ત્રાલ ભાજપના 4 સીટ પર ભાજપ આગળ. રીપીટ કરાયેલ ભાજપના અનિરુદ્ધ સિંહ ઝાલા 21103 આગળ. ભાજપ ના પરેશ પટેલ 18319 મતોથી આગળ. ભાજપ ના મહિલા ઉમેદવાર ગીતાબેન પ્રજાપતિ 21921 અને ચંદ્રિકા બેન પટેલ 19978 મતોથી આગળ

- દરિયાપુરના 3 રાઉન્ડ પુરા. દરિયાપુર માં 4 સીટો પર કોંગ્રેસ આગળ. સૌથી વધુ 2214 મતોથી કોંગેસના ઈમ્તિયાઝ શેખ આગળ. કોંગેસના મહિલા ઉમેદવાર સમીરાશેખ 1964 મતોથી આગળ. કોંગેસના નીરવ બક્ષી 1819 મતોથી આગળ. કોંગેસના માધુરી કલાપી 1700 મતથી આગળ

- ગોતામાં 2 બેઠક પર ભાજપ જ્યારે 2 બેઠક પર કોંગ્રેસ આગળ, અસારવાની ચારેય બેઠક પર ભાજપ આગળ અને દાણીલીમડાની ચારેય બેઠક પર ભાજપ આગળ

- અમદાવાદમાં ભાજપ 28 સીટ પર આગળ, કોંગ્રેસની પેનલ 3 સીટ પર આગળ

- અમદાવાદ વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ

- થલતેજ વોર્ડના રાઉન્ડ ચાલુ, 12 રાઉન્ડને અંતે વસ્ત્રાલમાં ભાજપની પેનલ આગળ

- નવા વાડજ એક રાઉન્ડ પુરો થયો, કોંગ્રેસ આગળ

- અસારવા વોર્ડમાં 2 રાઉન્ડના અંતે ભાજપ આગળ

- અમદાવાદ સૈજપુર વોર્ડમાં ભાજપ આગળ

- અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસ આગળ

- એલ.ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેન્ડિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા, વાહન લઇને જવા પર પ્રતિબંધ, પોલીસ ઉપરાંત BSFનો બંદોબસ્ત ગોઠવાયો છે, ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઇને આવી શકશે

- શરૂઆતી ટ્રેન્ડિંગમાં ભાજપ 3 સીટ પર જ્યારે કોંગ્રેસ 1 સીટ પર આગળ

- અમદાવાદમાં કુલ 192 સીટ પર મતદાન થઈ રહ્યું છે, બહુમતી માટે 97 સીટની જરૂર, ભાજપ એક સીટ પર બિનહરૂફ ચૂંટાયું

amc

આજે સવારે આઠ વાગ્યે અમદાવાદની મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. અમદાવાદમાં કુલ 192 બેઠક પર મતદાન થયું હતું જેમાંથી નારણપુરા વોર્ડ પરની એક સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારે હવે અમદાવાદની 191 સીટ પર આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં કુલ 2 સ્થાને મતગણતરી હાથ ધરાઈ રહી છે. મતગણતરી કેન્દ્રો પર પોલીસ અને પરેમિલિટ્રી ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

English summary
Ahmedabad Municipal Corporation Result 2021 Live
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X