For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GHBના પ્રથમ ડ્રો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 10000 મકાનો બાંધવાની ઘોષણા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 જુલાઇ : પ્રથમ ડ્રો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી - AMC)એ શહેરમાં 10,000 EWS અને લો ઇન્કમ ગ્રુપ (એલઆઇજી - LIG)ને ધ્યાનમાં રાખીને નવા મકાનો બાંધવાની જાહેરાત કરી છે. અન્ય બિડની જેમ આ મકાનોની ફાળવણી પણ ડ્રો દ્વારા કરવામાં આવશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ મકાનો ક્યાં બાંદવામાં આવશે તે માટેનું સ્થળ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. જો કે આ મકાનો કોઇ જુની મિલની જમીન પર બાંધવામાં આવે એવી શક્યતાઓ છે. જ્યારે બાકીના મકાનો શહેરમાં આવેલી ઔદ્યોગિક વસાહતોની નજીક બાંધવામાં આવે એવી શક્યતા છે. જેના કારણે ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા અને ઓછી આવક ધરાવતા કામદારોને સુગમતા રહે.

ahmedabad-municipal-corporation

આ યોજનાના અમલીકરણમાં કોઇ પ્રકારની અડચણ ઉભી થાય નહીં તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ કન્સલ્ટન્ટની નિમણૂંક કરી છે. ઉદાહરણ તરીકે કન્સલ્ટન્ટના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એએમસીએ વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવવા માટે કન્સલ્ટન્ટની ફી અલગથી દર્શાવી છે. એએમસી દરેક પ્લોટ દીઠ કન્સલ્ટન્ટને રૂપિયા 50,000ની રકમ ચૂકવશે.

તેના બદલામાં કન્સલ્ટન્ટ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ - ASI), રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વગેરેની મંજૂરી મેળવી આપશે. જ્યારે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય તરફથી મેળવવી પડતી મંજૂરીના કિસ્સામાં એએમસી કન્સલ્ટન્ટ ફર્મને પ્લોટ દીઠ રૂપિયા 3 લાખની ચૂકવણી કરશે.

English summary
Ahmedabad Municipal Corporation to build 10000 houses after GHB's 1st draw.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X