• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વીડિયો: ગુજરાતના ભાજપા વિધાયકે બધાની વચ્ચે મહિલાને લાતોથી મારી

|

લોકસભા ચૂંટણી પુરી થતા જ નેતાઓના અસલી રંગ બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં એક નેતાએ બધાની વચ્ચે રસ્તા પર મહિલાને લાતો અને મુક્કાથી માર માર્યો છે. આ નેતા બીજો કોઈ નહીં પરંતુ સત્તાધારી પક્ષ ભાજપનો વિધાયક છે, જેમનું નામ બલરામ થવાની છે. આ વીડિયોમાં ભાજપા વિધાયક મહિલાને ઢોર માર મારી રહ્યા છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ગુજરાતના આ સીરીયલ કિલરને પકડવામાં નિષ્ફળ 60 પોલીસ ટીમો, 8 મહિના પછી CID પાસે કેસ

અમદાવાદની નરોડા વિધાનસભા સીટથી વિધાયક

અમદાવાદની નરોડા વિધાનસભા સીટથી વિધાયક

અમદાવાદની નરોડા વિધાનસભા સીટથી વિધાયક બલરામ થવાની ચૂંટણી પછી જનતાનો આભાર કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે, તે આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે. ખરેખર આખો મામલો પાણીની પાઇપ અંગે હતો, જેની ફરિયાદ લઈને મહિલા વિધાયક પાસે પહોંચી હતી. પરંતુ જનતાના પ્રતિનિધિ કહેવાતા વિધાયક આ મહીયાળ સાથે કેવો વ્યવહાર કરી છે, તે હેરાન કરે તેવો છે.

વિધાયકે જાતે મહિલાને લાત મારી

વિધાયકે જાતે મહિલાને લાત મારી

રસ્તામાં મહિલાને ફેંકીને વિધાયકનો માણસ તે મહિલાને થપ્પડ મારે છે, ત્યારપછી વિધાયકે જાતે મહિલાને લાત મારી. મહિલા આ દરમિયાન ચીસો પાડતી રહી. ગુજરાતના વિધાયકની આ હરકત કેમેરામાં કેદ થઇ ચુકી છે.

વીડિયો વાયરલ

ભાજપા વિધાયકને પોતાના કામ પર બિલકુલ પણ શરમ નહીં આવી પરંતુ જયારે સોશ્યિલ મીડિયા પર આ મામલે વધારે તુલ પકડી રહ્યો છે ત્યારે નેતાજી માફી માંગીને મામલો જતો કરવા માંગે છે. હવે જોવાનું છે કે વીડિયો વાયરલ થયા પછી ભાજપા આખરે નેતાજી વિરુદ્ધ કેવા પગલાં લે છે.

English summary
Ahmedabad naroda bjp mla balram thawanis beat women in public
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X