Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાઇલટ ફેડરેશનની ચેતવણી

ફેડરેશન ઑફ ઈન્ડિયન પાઇલટ્સ (FIP) દ્વારા મિડિયા રિપોર્ટ્સ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં પ્લેન ક્રેશ માટે પાઇલટને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

FIPના પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જે પ્રારંભિક રિપોર્ટ રજૂ થયો છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે પાઇલટે એન્જિનના ફ્યુઅલ સ્વિચને જાણીને બંધ કરી હતી. તેમણે આ પ્રકારના મિડિયા દાવાઓને અસત્ય અને ગંભીર નુકસાન પહોંચાડનારા ગણાવ્યા.

Ahmedabad Plane Crash

કેપ્ટન રંધાવાએ જણાવ્યું કે, આ પ્રકારના ભૂલ ભરેલા દાવાઓ પાઇલટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. અમે આ બાબતે કડક પગલાં લેવા માટે તૈયાર છીએ. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, પ્રારંભિક રિપોર્ટ મુજબ કોઈ વ્યક્તિગત ભૂલનો સીધો પુરાવો નથી મળ્યો.

મિડિયા અહેવાલો મુજબ, દાવો કરાયો હતો કે પાઇલટે એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ કરી દીધી હતી, જેને કારણે વિમાન ક્રેશ થયું. જો કે FIPએ આ દાવાઓને અપૂરતા અને ભ્રામક ગણાવ્યા.

કેપ્ટન રંધાવાએ જનતાને અપીલ કરી કે વિનંતી છે કે સંપૂર્ણ તપાસ રિપોર્ટ સામે આવ્યા વિના કોઈ નકારાત્મક નિવેદન ન આપો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X