Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો, એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું

Ahmedabad Plane Crash: 12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતના એક મહિના પછી, શનિવારે (12 જુલાઈ) પ્રારંભિક તપાસનો રિપોર્ટ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના રિપોર્ટ આવ્યાના બે દિવસ પછી એટલે કે આજે એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનની પ્રતિક્રિયા સામે આવી છે. વિલ્સને કહ્યું - AAIBના રિપોર્ટમાં પ્લેન કે એન્જિનમાં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા જોવા મળી નથી. તમામ મેઈન્ટેનન્સ કાર્ય કરવામાં આવ્યું હતું.

Ahmedabad Plane Crash

એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું જ હતું

એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, 'એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક તપાસ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે ગયા મહિને થયેલા પ્લેન ક્રેશમાં પ્લેનમાં કોઈ મેઈન્ટેનન્સ સમસ્યા નહોતી કે એન્જિનમાં પણ કોઈ ખામી નહોતી. પ્લેનમાં તમામ ફરજિયાત મેઈન્ટેનન્સ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતા. ઇંધણની ગુણવત્તા અને ટેકઓફ રોલમાં પણ કોઈ અસામાન્યતા જોવા મળી ન હતી. પાઇલટ્સે ઉડાન પહેલાં તમામ બ્રેથલાઇઝર પરીક્ષણો પાસ કર્યા હતા. તેમની તબીબી તપાસ દરમિયાન પણ કંઈ ચિંતાજનક મળ્યું નથી.'

વિલ્સને વધુમાં કહ્યું કે, 'DGCAની દેખરેખ હેઠળ એર ઇન્ડિયાના બધા બોઇંગ 787 વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે બધા ઉડાન માટે યોગ્ય જણાયા હતા. તપાસ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને પ્રારંભિક રિપોર્ટમાં હજુ સુધી કોઈ કારણ કે ભલામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેથી હાલ કોઈ તારણ કાઢવું જોઈએ નહીં.'

AAIB રિપોર્ટમાં શું ખુલાસો થયો?

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર AAIBના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું હતું.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટ અનુસાર, બંને એન્જિન બંધ થયા છતાં પાયલટ અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે, એન્જિન-1માં રિકવરી શરુ થઈ ગઈ હતી, પરંતુ એન્જિન 2ને ચાલુ કરી શકાયું નહીં. પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડ પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.

12 જૂનના રોજ બપોરે અમદાવાદથી એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X