SG હાઇવેની હેડક્વાટર્સ ક્લબમાં પોલીસની રેડ, 20ની ધરપકડ
એસજી હાઇવે પર આવેલી હેડક્વાર્ટર ક્લબ ખાતે પોકર ગેમના બહાને જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી બે યુવતીઓ સહિત 20 લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ ને બાતમી મળી હતી કે એસજી હાઇવે પર એક ક્લબમાં પોકર ગેમના નામે જુગાર રમાતો છે. વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે એસજી હાઈવે પર આવેલ હેડક્વાટર નામના ક્લબમા દરોડા પાડ્યા હતા. પોલીસે 20 લોકોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. પોલીસે નેપાળી યુવકો અને યુવતીઓ, ક્લબના સંચાલક વસીમ રોઝાનીની સહીત ૨૦ લોકોની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પૂછપરછમાં ખુલાસો થતયો છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અહીં જુગાર રમાતો હતો. ક્લબમાં પહેલા હુક્કાબાર ચાલતો હતો. વસીમે હુક્કાબાર બંધ કરી છેલ્લા કેટલાક દિવસથી અહીં જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
{promotion-urls}












Click it and Unblock the Notifications
