2 કરોડ 57 લાખની બનાવટી નોટ સાથે 11 લોકોની ધરપકડ

Subscribe to Oneindia News

વસ્ત્રાપુર પોલીસે બે અલગ - અલગ જગ્યાએથી જૂની નોટો સાથે 11 શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે વસ્ત્રાપુરના NFD સર્કલ પાસેથી રૂ 500 અને 1000 દરની જૂની નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. 3 કારમાં આવતા 7 શખ્સોને જૂની નોટો સાથે ઝડપી પાડ્યા હતા. નોટો સાથે ઝડપાયેલ શખ્સો પૈકી એક અમદાવાદનો રહેવાસી છે. નોટો ગણવા માટે પોલીસને કાઉન્ટીંગ મશીનની જરૂર પડી હતી 2 કરોડ 37 લાખ 50 હજારની નોટો સાથે ઝડપાયેલ શખ્સો કમીશનની લાલચે અમદાવાદ ખાતે જૂની નોટ બદલવા માટે આવ્યા હતા. જોકે ડીલ થાય તેના પહેલા પોલીસે ઝડપી પાડ્યા હતા.

crime

બીજી બાજુ કમીશન પેટે જૂની બદલવા માટે આવેલા ૪ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે સરકારી વસાહત પાસેથી 4 કારમાં રૂ 20 લાખની જૂની નોટ સાથે ઝડપી પાડ્યા હતા. 4 શખ્સો પોતાની અલગ - અલગ કારમાં આવેલા એક બેગમાં રૂ 20 લાખ રાખ્યા હતા. પોલીસે કાર સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બે અલગ - અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

crime
English summary
Ahmedabad police arrested 11 people with 2 crore 57 lakh fake note.Read here more.
Please Wait while comments are loading...