સટ્ટાકિંગ જીતુ થરાદની ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

સટ્ટાકિંગ જીતુ થરાદની શુક્રવારે ક્રાઈમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમબ્રાંચના જણાવ્યા પ્રમાણે જીતુ અને તેના પંટરોની ધરપકડ થઈ ત્યારે તેઓ ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ અને બ્રિઝબેનમાં ચાલતી મેચ પર સટ્ટો રમાડતા હતા. અમદાવાદના પાલડીના મહાલક્ષ્મી ખાતે આવેલા સ્વપ્ન કોમ્પલેક્ષમાંથી જીતુ થરાદ, ગીરીશ સોલંકી, મનોજ વર્મા, જીતેન્દ્ર જૈન ઉપરાંત રશેષ નામના વ્યક્તિઓની ધરપકડ કરાઇ હતી.

jitu tharad

નોંધનીય છે કે જીતુ થરાદ પાસેથી 2000 રૂપિયાની નવી નોટો પણ મળી આવી હતી. અને તે આ નવી નોટ સાથે સટ્ટો રમી રહ્યો હતો. નોંધનીય છે કે 2013ની આઇપીએલ કૌભાંડમાં પણ જીતુનું નામ બહાર આવ્યું હતું અને ક્રિકેટ સટ્ટામાં તેની અટકથી પોલિસને મોટી સફળતા મળી છે.

English summary
Ahmedabad Police arrested cricket satta king Jitu Tharad.
Please Wait while comments are loading...