મકાન મલિકના મકાન માંથી ચોરી કરનાર ઘરઘાટી ઝડપાયા

Subscribe to Oneindia News

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સપુર્ણાં ફ્લેટના એક ફ્લેટમાં ઘરઘાટી તરીકે કામ કરતા ભાઈ - બહેનએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરઘાટીએ ઘરમાંથી દોઢ લાખ સહીત ૩૦૦ ડોલરની ચોરી કરી હતી. મકાન માલિકે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી. પોલીસે ઘરઘાટી પર શંકા જતા પોલીસે બંને પૂછપરછ કરી હતી ઘરઘાટીએ પૂછપરછ દરમ્યાન ચોરી કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.

crime

ઘરઘાટી તરીકે કામ કરતા ભાઈ પ્રવીણ - બહેન લીલી બંને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. લીલીના ૧૫ દિવસ બાદ લગ્ન હોવાથી પૈસાની ખુબ જરૂરત હતી જેને લઇ આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથધરી છે. માટે જ દરેક વ્યક્તિને પોતાના ઘરમાં ઘરઘાટી રાખતા પહેલા તેનો બેકગ્રાઉન્ડ ચેકઅપ કરાવવો જોઇએ. જેથી આવા કિસ્સા ઓછા બને.

Read also : બલી ડાંગરના સાગરિત મુસ્તાક મીરનો હત્યારો ઝડપાયો

English summary
Ahmedabad police arrested servant for thieving 2 lakhs. Read more on this.
Please Wait while comments are loading...