પોલીસે ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાનો વીડિઓ વાઇરલ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના ગુજરાત યુનિવર્સીટી નજીક દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિધાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાનો વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે. આ અંગે પોલીસ કમિશનરને જાણ થતા તેમણે ટ્રાફિક વિભાગના અધિકારીઓને તપાસ કરવા માટેના આદેશ આપ્યાનું જાણવા મળ્યું છે. આ બનાવની વિગતો એવી છે કે બુધવારે સવારના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત યુનિવર્સીટી પાસે ખાણીપીણીની લારીઓના દબાણને હટાવવાની કામગીરી કરવાની હતી. જેથી આ અંગે કોઇ સ્થિતિ બગડે નહી તે માટે પોલીસની મદદ માંગી હતી અને આ માટે બી ડીવીઝન ટ્રાફિક પોલીસને સ્ટાફને બંદોબસ્ત માટે આપવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ નકુમ અને સ્ટાફ દબાણની કામગીરી દરમિયાન એક ટી સ્ટોલ પાસે ઉભેલા લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

police

જેમાં કેટલાંક વિદ્યાર્થીઓને હટી જવા માટે સુચના આપી હતી પણ તે વિદ્યાર્થીઓ ત્યાંથી હટ્યા નહોતા જેથી દબાણ હટાવવાની કામગીરીમાં મુશ્કેલી આવતી હોવાથી પોલીસે તેમને ધક્કો મારીને હટાવવાની કોશિષ કરી હતી આ સમયે એક વિદ્યાર્થીએ તેનો મોબાઇલ ફોન કાઢીને વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધુ હતુ. બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર પણ વિદ્યાર્થીઓને ધક્કા મારવાનું શરૂ કર્યુ હતુ. પણ જ્યારે વિદ્યાર્થીએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરવાનું શરૂ કરી દેતા પોલીસ ઇન્સ્પેક્ટરે પણ તેની સાથે ગેરવર્તન કરીને ધમકી આપી હતી. જે તમામ બાબતો મોબાઇલ ફોનમાં રેકોર્ડ થઇ ગઇ હતી. જે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડીયામાં વાયરલ કરી દીધુ હતુ.


આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર નકુમે જણાવ્યું હતુ કે અમે ભીડને હટાવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો પણ યુવકોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યો હતો તેણે ધમકી આપતા જણાવ્યું હતું કે હું પોલીસને પણ જોઇ લઇશ. જેથી તેને સબક શીખવવો જરૂરી હતો પણ તેને માર મારવામાં નથી આવ્યો.જો કે વિડીયો વાયરલ થતા આગામી દિવસોમાં વિવાદ થવાની પુરેપુરી શક્યતા છે. સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમને પણ માર માર્યો હતો અને અપશબ્દો પણ બોલ્યા હતા.

English summary
Ahmedabad: Police Gundagiri with student Capture in Camera Viral Video

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.