અમદાવાદ ના નિકોલ માં ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર ઝડપાયું

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ શહેર માં ફરીથી મોટાપાયે કોલ સેન્ટર શરૂ થઈ ગયા છે. જેમા હવે કોલ સેન્ટર ના સંચાલકો મોટા પાયે નહિ પણ નાનાપાયે ફ્લેટ ભાડે રાખીને કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. અમદાવાદ ના ડીસીપી ઝોન 5 ના અધિકારીઓનર બાતમી મળી હતી કે નિકોલ અમરજવાન ચાર રસ્તા પાસે આવેલા દિવ્ય જીવન સ્માર્ટ હોમ નામના ફ્લેટમાં કોલ સેન્ટર ચાલી રહ્યું છે જ્યાંથી સોફ્ટવેર દ્વારા અમેરિકામાં કોલ કરીને વિદેશી લોકો પાસેથી નાણાં પડાવવા માં આવે.છે. આ બાતમીને આધારે આજે વહેલી સવારે પીએસઆઇ એમ એચ યાદવ અને તેમના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા પોલીસે મકાનના મલિક કરણ ભટ્ટ (ઉ.વ.22) , લાલનસિંહ ચૌહાણ (ઉ.વ.24) રહે. હીરાવાડી બાપુનગર, કૈલાસ જીનાગલ (ઉ.વ.25) અને રાહુલ કોરી નામના યુવકોની ધરપકડ કરી હતી.

police

પ્રથમીક તપાસમાં જાણવા મળ્યું હતું કે કરણ પહેલા કોલ સેન્ટર માં નોકરી કરતો હતો પણ પોલીસના દરોડા વધતા તે કોલ સેન્ટર બંધ થઈ ગયું હતું અને પછી ઘરે શરૂ કર્યું હતું. અને અમેરિકા કોલ કરી ને નાણાં ઉઘરાવતા હતા. પોલીસે કોમ્પ્યુટર, 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસ દરમિયાન પોલીસે શહેરના શાહપુર, વેજલપુર, વટવા અને બાપુનગર વિસ્તાર માં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડી ને 20 થી વધારે લોકોની ધરપકડ કરી હતી. બીજી તરફ સાઇબર સેલના અધિકારી ઓએ પણ તેમના સ્ટાફ ને સૂચના આપી છે કે પોલીસ આ અંગે ખાસ ધ્યાન રાખે અને નાના કે મોટા પાયે ચાલતા કોલ સેન્ટર ના નેટવર્ક ને બંધ કરાવે.

English summary
Ahmedabad : police raid at Nikol illegal call center. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.