NRIના ઘરમાંથી રૂપિયા 9.44 લાખના દાગીનાની થઇ ચોરી
અમદાવાદમાં એનઆરઆઇ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગે ચોરીની ઘટના બની. જાણો આ અંગે વિતગવાર અહીં
અમદાવાદ શહેરના પાલડીમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલી ફૈઝ સોસાયટીમાં અલ્તાફ ગાંધી રહે છે. હાલ તેઓ એન આર આઇ છે અને અમેરિકામાં ઇલેક્ટ્રોનિકનો શો રૂમ ધરાવે છે. હાલ તેમના દીકરા અનસ ના લગ્ન નક્કી કર્યા હોવાથી ભારત આવ્યા હતા તેમજ લગ્ન માટે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. જે તેમણે મુખ્ય બેડરૂમમાં તિઝોરી માં મુક્યા હતા. તારીખ 17મીની રાતે સાડા અગિયાર વાગે ઉપર ના માળે સુવા માટે ગયા હતા જ્યારે દાગીના નીચેના રૂમમાં મુક્યા હતા. સવારે સાત વાગે ઉઠ્યા ત્યારે જોયું નીચે ના બેડરૂમમાં સામાન વેર વિખેર પડ્યો હતો.

જો કે તેમને તપાસ કરતા જાણવા મળ્યું કે તિજોરીમાંથી દાગીના ગાયબ હતા. આ દાગીનાની કિંમત 9.44લાખ હતી. જે બાદ તેમણે આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધ્યો છે. અને હાલ પોલીસ પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અમેરિકાથી લગ્ન જેવા શુભ પ્રસંગે આવેલા પરિવાર ચોરીની આ ઘટનાથી દુખી થયો છે. બીજી તરફ પોલીસ આ ઘટનામાં જાણભેદુ હોવાની શંકાના આધારે પણ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
