For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફી મુદ્દે 10મા-12માના વિદ્યાર્થીઓને ફૉર્મ ભરવાથી રોકી ન શકે સ્કૂલઃ બોર્ડનો આદેશ

બોર્ડના વિદ્યાર્થીઓના માતાપિતાને સ્કૂલે બોલાવીને કહેવામાં આવી રહ્યુ છે કે બાળકોની ફી નહિ ભરો તો સ્કૂલ બોર્ડ ફૉર્મ નહિ ભરવા દે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ધોરણ 10માં અને 12માંની પરીક્ષાના ફૉર્મ ભરવાની તારીખની ઘોષણા તો હજુ થઈ નથી પરંતુ સ્કૂલ-કૉલેજોના સંચાલકો વિદ્યાર્થીઓના બોર્ડ ફૉર્મ ભરવાની માહિતી આપવાના બહાનાથી માતાપિતાને સ્કૂલ બોલાવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યુ છે કે બાળકોની ફી નહિ ભરો તો સ્કૂલ બોર્ડ ફૉર્મ નહિ ભરવા દે. આવુ મોટાભાગે દરેક જગ્યાએ થઈ રહ્યુ છે કે ફી આપો અને નામ ચાલવા દો. આવી ફરિયાદો ન આવી શકે માટે અહીં શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે કે બાળકોને ફૉર્મ ભરવાથી રોકવામાં નહિ આવે.

students

ગુજરાતમાં રાજ્ય શિક્ષણ બોર્ડના અમદાવાદ શહેર અને ગ્રામીણ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યુ કે એ સ્પષ્ટ છે કે બાળકોનુ વર્ષ ખરાબ નહિ થાય, આના માટે ફી મુદ્દે કોઈ સ્કૂલ તેમને ફૉર્મ ભરવાથી રોકી ન શકે. તેમણે કહ્યુ કે જો કોઈ સ્કૂલ બાળકોને બોર્ડ ફૉર્મ ભરવાથી રોકે તો માતાપિતા ફરિયાદ કરવી. અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી આરસી પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ એ પણ કહ્યુ કે જો મજબૂર કરશે તો આવી સ્કૂલો-કૉલેજો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષાઓ ક્યારે હશે એ વિશે સરકારે પરીક્ષાઓને એપ્રિલ બાદ કરાવવાની વાત કહી. જો કે અહીં માર્ચ-2021ની બોર્ડની પરીક્ષાઓ માટે ફૉર્મ જાન્યુઆરીમાં ભરાવાની સંભાવના છે. હાલમાં સ્કૂલો માતાપિતાને બોલાવી રહ્યા છે અને તેમને કહેવામાં આવી રહ્યુ છે કે જો ગયા વર્ષ અને ચાલુ શૈક્ષણિક વર્ષની ફી બાકી હશે તો તમારા બાળકોને બૉર્ડનુ ફૉર્મ ભરવા દેવામાં નહિ આવે.

IAFએ સ્વદેશી આકાશ સાથે રશિયાની ઈગ્લા મિસાઈલોનુ કર્યુ પરીક્ષણIAFએ સ્વદેશી આકાશ સાથે રશિયાની ઈગ્લા મિસાઈલોનુ કર્યુ પરીક્ષણ

English summary
Ahmedabad: Schools can't stop students of 10th and 12th from filling the form over fees orders DEO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X