For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના દીકરાએ માતાનું ઘર પચાવી લઇને માતાને ઘરેથી કાઢી મુકી, પોલીસે નોંધ્યો ગુનો

શ્રી હરી એપાર્ટમેન્ટમાં રહેતા 63 વર્ષીય ઉર્મીલાબેન ઓઝાએ વટવા પોલીસ સ્ટેશનમાં તેમના નાના પુત્ર રાહુલ વિરૂધ્ધ ભરણપોષણ નહી આપવા અને ઘરેથી કાઢી મુકવાનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અમદાવાદના નારોલમાં આવેલા શ્રી હરી એપાર્ટમેન્ટમાં રહેતા 63 વર્ષીય ઉર્મીલાબેન ઓઝાએ વટવા પોલીસ સ્ટેશનમાં તેમના નાના પુત્ર રાહુલ વિરૂધ્ધ ભરણપોષણ નહી આપવા અને ઘરેથી કાઢી મુકવાનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉર્મીલાબેને જણાવ્યું છે કે હાલ તે તેના મોટા પુત્ર રવિ સાથે શ્રી હરિ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનો મોટો પુત્ર રવિ અને નાનો પુત્ર રાહુલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઉર્મિલાબેનના પતિ રામરાજભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરતા અને વર્ષ 2004માં નિવૃત થતા તેમને મળેલા નાણાંમાંથી તેમણે ઘોડાસર કેડીલા બ્રીંજ પાસે ગીરીરાજ રો હાઉસમાં ટેનામેન્ટ લીધુ હતુ. ત્યારબાદ તમામ સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. પણ વર્ષ 2014માં તેમના પતિ માનસિક બિમારીના કારણે ભેદી સંજોગોમાં ઘરેથી લાપતા થઇ ગયા હતા અને ત્યારબાદ ઘરે પરત આવ્યા નહોતા આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

police

બાદમાં વર્ષ 2015માં રવિ અને રાહુલની પત્નીઓ વચ્ચે નાની નાની બાબતોમાં ઝધડા થવા લાગતા રવિ તેમા પરિવાર સાથે અલગ રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ ઘરે ઉર્મિલાબેન અને રાહુલનો પરિવાર જ રહેતો હતો. પણ છેલ્લાં દોઢ વર્ષથી રાહુલ ટેનામેન્ટ તેના નામે કરી દેવાની માંગણી કરતો હતો. પણ ઉર્મિલાબેન તેની આ માંગણી માનતા નહોતા જેથી તે હેરાન કરવા લાગ્યો હતો અને કહેતો હતો કે જો તમારે જમવાનું જોઇતુ હોય તો ઘરનું કામ કરવું પડશે. આમ, સતત હેરાન કરતો હતો. આમ, સતત પરેશાન કરીને ઘરેથી કાઢી મુક્યા હતા. આ અંગે ઉર્મિલાબેને પોલીસમાં અરજી કરતા ડરી ગયેલા રાહુલે 15 દિવસમાં મકાન ખાલી કરવાની ખાતરી આપતા સમાધાન થયું હતુ.

પણ ત્રણ માસ જેટલો સમય વીતવા છતાંય, મકાન ખાલી ન થતા ઉર્મિલાબેને ભરણપોષણની માંગણી કરી હતી. જે આપવાનો પણ રાહુલે ઇન્કાર કરતા કંટાળીને ઉર્મિલાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ઉર્મિલાબેન તેના મોટા પુત્રને ત્યાં રહેવા માટે ગયા છે જ્યાં તેમની દેખરેખ તેમનો પુત્ર અને પુત્ર વધુ રાખી રહ્યા છે. ઉર્મિલાબેન કહે છે કે મારો મોટો પુત્ર ભાડાના મકાનમાં રહે છે અને તેને પણ આર્થિક મુશ્કેલી છે ત્યારે મારુ મકાન મને મળી જાય તો ભાડે આપીને પણ સારી આવક મળી શકે પણ હાલ મકાન ખાલી ન થતા મુશ્કેલી વધી ગઇ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Ahmedabad: Son took his mother's property, police reported FIR. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X