અમદાવાદઃ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા 2 આરોપી ઝડપાયા

અમદાવાદમાં સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ સેલે સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરનાર બે આરોપી ઓને ઝડપી પાડ્યા છે. વાડજ વિસ્તારમાં રહેતા આરોપીએ પોતાની મિત્ર સામે બદલો લેવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો હતો. આરોપીને પોતાની મિત્ર સાથે અણબનાવ થતા તેણે યુવતીના ફોટા ફોન નંબર સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. આ કારમે યુવતીને અન્ય લોકો દ્વારા ફોન કરી બીભત્સ માંગણીઓ કરવામાં આવતી હતી. યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

crime

સાયબર ક્રાઇમેઆ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતાં સામે આવ્યું કે, યુવક-યુવતી સાથે નોકરી કરતા હતા. દરમ્યાન અણબનાવ બનતા પ્રકાશે બદલો લેવા માટે યુવતીના ફોટા અને મોબાઈલ નંબર ફેસબુક પર ફરતા કરી દીધા હતા. આથી યુવતીને અન્ય વ્યક્તિઓ દ્વારા ફોન આવવાના શરૂ થઇ ગયા હતા. લોકો દ્વારા બિભત્સ માંગણીના પણ ફોન આવવા લાગ્યા હતા. યુવતીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

બીજી બાજુ ગોવિંદવાડીમાં કાપડની દુકાનમા નોકરી કરતા યુવાનને ફેસબુક પર લાઈક મળે તે માટે તે અન્ય વોટ્સઅપ નંબર પરથી યુવતીનો ફોટો સેવ કરી ફેસબુક પર ફેક એકાઉન્ટ ખોલતો હતો. આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તેણે એક વર્ષ અગાઉ વોટસએપ ગ્રુપમાંથી યુવતીનો ફોટો લીધો હતો. તેણે એ ફોટાનો ઉપયોગ કરી ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને આ અકાઉન્ટ પરથી તે યુવાનો સાથે વાતો કરતો હતો. તે પોસ્ટ્સ વધુ લાઈક મેળવવા માટે આવું કૃત્ય કરતો હતો. ફેક ફેસબુક આઈડીની જાણ પરિવારના કોઈ સભ્યને થતા તેમણે યુવતીનો સંપર્ક કર્યો હતો, જેથી આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X