For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 60 લાખનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈના રસ્તેથી અમદાવાદ આવતું 'ઝેર'

ગુજરાતમાં 60 લાખનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈના રસ્તેથી અમદાવાદ આવતું 'ઝેર'

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે ત્રણ તસ્કરોને પકડી પાડ્યા છે, જેમની પાસેથી 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. પૂછપરછમાં ત્રણેયે ખુલાસો કર્યો કે ડ્રગ્સ મુંબઈ અને ગોવાથી અમદાવાદમાં સપ્લાઈ થાય છે. ક્રાઈમ બ્રાંચના ઑફિસરે કહ્યું કે, 'કેટલાક લોકો કાલુપુર રેલવે સ્ટેશને નશીલા પદાર્થ લઈને આવતા હોવાની અમને બાતમી મળી હતી. જેના આધાર પર અમારી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બે સંદિગ્ધ દેખાયા, તેમને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી 400 ગ્રામ ડ્રગ્સના ત્રણ પેકેટ મળી આવ્યાં છે જેની કિંમત બજારમાં 60 લાખ રૂપિયા થાય છે.'

રેલવે સ્ટેશન પર દબોચ્યા

રેલવે સ્ટેશન પર દબોચ્યા

આ તસ્કરોની ઓળખ અઝહર અને ફૈઝલ ખાન તરીકે થઈ છે, બંને અમદાવાદના કોટ વિસ્તારમાં રહે છે. તેમણે કબૂલ્યું કે ગોવા અને મુંબઈથી મોટા પાયે ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. તે બંને અન્ય કોઈના કહેવા પર ડિલીવરી આપવા કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા હતા. જો કે ત્યારે જ બંનેને પકડી પાડવામાં આવ્યા. બંનેની પૂછપરછના આધારે મુખ્ય આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે અને પછી ત્રણેયને રિમાન્ડમાં લેવામાં આવ્યા.

પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય થાય છે

પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય થાય છે

ભારતમાં ડ્રગ્સની સપ્લાય મોટા ભાગે પાકિસ્તાનથી થાય ચે. કચ્છની નજીક આવેલ સરક્રીક બોર્ડ પર બીએસએફની ટૂકડીને પેટ્રોલ વખતે કેટલીય વખત કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત સમુદ્રી તટમાં પણ આ વર્ષે 500 કરોડના ડ્રગ્સનો ખુલાસો થયો જ્યારે પકડાઈ જવાના ડરે તસ્કરોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં જ ફેંકી દીધા હતાં.

બચવા માટે સમુદ્રમાં કરોડોનું ડ્રગ્સ ફેંક્યું

બચવા માટે સમુદ્રમાં કરોડોનું ડ્રગ્સ ફેંક્યું

વિગત મુજબ કોસ્ટગાર્ડે અલ-મદીના નામની બોટમાંથી મે મહિનામાં કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે જે પેકેટ ઓક્ટોબરમાં મળ્યાં, તે કદાચ તે સમયે જ અહીં ફેંકી દેવામાં આવ્યાં હતાં. સુરક્ષાબળોએ ડ્રગ્સના કેટલાય પેકેટ પાણીથી બહાર કાઢ્યા.

વડોદરાઃ 10 ફેલ આ છોકરાએ 35થી વધુ સ્વદેશી વિમાનના મોડેલ બનાવ્યાંવડોદરાઃ 10 ફેલ આ છોકરાએ 35થી વધુ સ્વદેશી વિમાનના મોડેલ બનાવ્યાં

English summary
Ahmedabar crime branch caught 3 drug smuggler with drugs worth 60 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X