For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

|
Google Oneindia Gujarati News

air india
અમદાવાદ, 08 ઑક્ટોબરઃદિલ્હીથી મુંબઇ જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામી સર્જાતા કરાયેલી આ લેન્ડિંગમાં તમામ 102 મુસાફરો સલામત હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી અનુસાર દિલ્હીથી મુંબઇ જવા રવાના થયેલી 863 નંબરની ફ્લાઇટમાં અમદાવાદ પાસે ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. ટેક્નિકલ ખામીના કારણે આ ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે દરમિયાન ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

ફ્લાઇટમાં એ સમયે 102 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા. ફ્લાઇટમાં ખામી સર્જાઇ હોવાની વાત જાણવા મળતાં મુસાફરો ગભરાઇ ગયા હતા. જો કે, ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે.

હાલ ટેક્નિકલ ખામી અંગેની તપાસ એક ટૂકડી દ્વારા ચલાવવામાં આવી રહી છે. તમામ પ્રકારની તપાસ પૂર્ણ થયા બાદ ફ્લાઇટને ફરીથી ટેકઓફ કરાવવામાં આવશે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

English summary
Air Indias Delhi to Mumbai flight no 863 has emergency landing at ahmedabad due to some technical problem .all passengers of flight are safe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X