આજે બને તો ઘરે જ રહેજો, દિલ્હી પછી અમદાવાદનો વારો

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીના ભયજનક હવા પ્રદૂષણ પછી અમદાવાદમાં પણ હવાનું પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સહયોગથી જાહેર કરાયેલી એક ઇન્ડેક્સ મુજબ બુધવારે અને ગુરુવારે અમદાવાદમાં ભયજનક હવા પ્રદૂષણ જોવા મળશે. માટે બાળકો અને વૃદ્ધોને બે દિવસ માટે ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઠંડી વધતા ધુમ્મસ જેવું વાતાવરણ ઊભું થયું છે જેણે અમદાવાદમાં હવાનું સ્તર બગાડ્યું છે. ખાસ કરીને જે લોકોને શ્વસનતંત્રની બિમારી જેમ કે અસ્થમા હોય તેમણે અને હદય રોગની બિમારી વાળા લોકોએ આ હવાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં ખુલ્લામાં તમે માસ્ક પહેરીને પણ જઇ શકો છો. આ મામલે અમદાવાદ મ્યુનિ. પણ લોકોને ખાસ અપીલ કરી છે.

Ahmedabad

વધુમાં અમદાવાદના નવરંગપુરા અને રખિયાલ વિસ્તારમાં રહેતા લોકોએ આ મામલે ખાસ સાચવવા જેવી છે તેમ પણ જણાવામાં આવ્યું છે. સાથે જ આ જ કારણે શહેરની 100 જેટલી ખાનગી સ્કૂલોમાં આજે પહેલીવાર લાલ ફ્લેગ ફરકાવીને વિદ્યાર્થીઓને એલર્ટ કરવામાં આવશે. કારણ કે આવી ખરાબ હવાથી સીધી અસર બાળકનો સ્વાસ્થય પર પહેલા જ થાય છે. તો અમદાવાદના આ વિસ્તારોમાં આજે થાય તો જવાનું ટાળજો અને બને તો માસ્ક પહેરીને ઘરની બહાર જજો. વધુમાં અકારણ ઘરની બહાર જવાનું ટાળજો.

English summary
Air pollution in Ahmedabad: After Delhi now Ahmedabad facing Air pollution issues

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.