બે સિવાય કોંગ્રેસના બધા MLAs ગુજરાત વિધાનસભામાંથી એક દિવસ માટે નિલંબિત

ગાંધીનગર, 2 જુલાઇ : આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇવાળાએ વિરોધપક્ષ કોંગ્રેસના બે ધારાસભ્યોને છોડીને ગૃહમાં ઉપસ્થિત બાકીના તમામ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે નિલંબિત કર્યા હતા.

આજે ગૃહમાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ દુષ્‍કાળની પરિસ્‍થિતી અંગે નિયમ 108 મુજબ ચર્ચા કરવાની માંગણી કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમની માંગણીમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ જોડાયા હતા. આ કારણે ગૃહમાં હંગામો મચ્યો હતો.

જો કે શંકરસિંહની આ માંગણીને વિધાનસભા અધ્યક્ષે ફગાવી દીધી હતી. અધ્યક્ષ વજીભાઇવાળાએ જણાવ્યું હતું કે આ અંગેની નોટિસને નકારી કાઢવામાં આવી હોવાથી ગૃહમાં આ અંગે ચર્ચા થઇ શકશે નહીં. આમ છતાં શંકરસિંહ વાઘેલાએ ચર્ચા કરવાની જીદ પકડી રાખી હતી. તેમના સમર્થનમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પોતાના સ્થાને ઉભા થઇ ગયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

vajubhai-vala

ગૃહમાં પ્રજાના પ્રશ્નોની રજુઆતની તક લોકશાહી પ્રમાણે હોવી જોઇએ ભારે સુત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતાં લોકશાહીને જાળવવા સુત્રોચ્‍ચાર કર્યા હતાં. અધ્‍યક્ષે એક તબક્કે કહ્યું કે આ સુત્રોચ્‍ચાર સરકાર સામે નહી અધ્‍યક્ષ સામે કરો છો જે વ્‍યાજબી નથી ચર્ચા કરવી હોય તો મારી ઓફીસમાં આવજો આ ગંભીર બાબત નથી મે જે નિર્ણય આપ્‍યો તે હું ફેરવીશ નહીં.

અધ્યક્ષની સૂચનાથી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે પોતાના સ્થાને બેસી જવાનું ઉચિત માન્યું હતું. જો કે કોંગ્રેસના અન્ય સભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. આ કારણે તેમણે અધ્યક્ષની સૂચના છતાં ગૃહની ગરિમાને હાનિ પહોંચે તેવું વર્તન કર્યું હતું. આ કારણે વજુભાઇએ કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી નિલંબિત કરી દીધા હતા. આ સભ્યોની સંખ્યા 40ની છે.

નોંધનીય છે કે અધ્‍યક્ષે દરખાસ્‍ત વગર પોતાના અધિકારોથી ગૃહના સભ્યોને સસ્‍પેન્‍ડ કર્યા હોવાની ઘટના વર્ષો બાદ બની છે.
આ ઘટના બાદ સસ્‍પેન્‍ડ કરાયેલા અન્‍ય કોંગી સભ્‍યોની સાથે શંકરસિંહ અને શકિતસિંહ પણ ગૃહ છોડી જતા રહ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X