For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આજથી ખુલી જશે તમામ સરકારી ઓફીસ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની કામગીરી પણ થશે ચાલુ

દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશભરમાં ભારે અસર કરી હતી. હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પગલે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં સરકાર ઓફીસો, શૈક્ષણિક સંસ્થાઓ અ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશભરમાં ભારે અસર કરી હતી. હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પગલે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં સરકાર ઓફીસો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટને ગાઇડલાઇન અનુસાર કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

Government

રાજ્યમાં આજથી રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકારની કચેરીઓ તથા કોર્ટમાં ચોક્કસ નિયમોના આધારે કામગીરી શરૂ થશે. રાજ્યની સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી નવા સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. ઉનાળું વેકેશન પુરુ થયા બાદ સોમવારથી શાળાઓ ખુલી જશે. શાળાઓમાં શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓએ આજથી 100 ટકા હાજરી સાથે આવવાનું રહેશે. આજથી તમામ શાળાઓમાં ધોરણ 1 થી 9 ની પ્રવેશ કામગીરીનો પણ પ્રારંભ થશે.
હાઇકોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જ્યારે નીચલી બધી જ અદાલતોમાં પ્રત્યક્ષ હાજરી સાથે કામગીરી આજથી શરૂ થશે. અદાલતના પરિપત્ર મુજબ રાજ્યમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયની બધી જ નીચલી અદાલતોમાં આજે સવાર 10:45 થી સાંજના 6 વાગ્યા સુધી કામકાજ થશે. માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલી અદાલતો વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યરત રહેશે. જોકે તમામ અદાલતોમાં પ્રવેશ શક્ય હોય ત્યાં સુધી એક જ દ્વારથી આપવાનો રહેશે.

English summary
All government offices, educational institutions and courts will be opened in Gujarat from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X