અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં જનસભા સંબોધી, ઠાકોર સમાજે સપોર્ટ જાહેર કર્યો
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજમાં માહોલ ભારે ગરમાયો છે. આ માહોલ વચ્ચે ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આજે (મંગળવાર) રાધનપુરના સમી તાલુકાના ગાજદીન
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાધનપુર વિધાનસભામાં ઠાકોર સમાજમાં માહોલ ભારે ગરમાયો છે. આ માહોલ વચ્ચે ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આજે (મંગળવાર) રાધનપુરના સમી તાલુકાના ગાજદીનપુરામાં ઠાકોર સમાજની મોટી જનમેદનીને સંબોધી હતી.

આ સભામાં 3000 થી વધુ ઠાકોર સમાજના લોકો અલ્પેશ ઠાકોરના સપોર્ટમાં એકઠા થયા હતા અને તેમને ચુંટણીમાં બારે બહુમતીથી જીતાડવાનો સંકપ્લ પણ લીધો હતો. અલ્પેશ ઠાકોરે આ સભામાં ત્રણેય તાલુકમાં GIDC બનાવીને મોટી સંખ્યામાં રોજગારી ઉભી કરવાનું આશ્વાશન આપ્યું હતું. તો કેનાલ બનાવીને ખેડુતો માટે પાણી અને લોકો માટે પીવાના પાણી પુરૂ પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
આ સભામાં મોટી સંખ્યામાં હાજર રહેલા ઠાકોર સમાજના લોકોએ અલ્પેશ ઠાકોર વધાવી લીધા હતા અને તમામ ઠાકોર સમાજના લોકો તેમની સાથે છે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજ દિવસે રાધનપુરમાં અપ્લેશ ઠાકોરના વિરોધીઓએ પણ સભાનું આયોજન કર્યું હતું. પરંતુ તેમા ઠાકોર સમાજના લોકોએ ખાસ હાજરી ન આપતા વિરોધીઓને ખાટો પ્રતિસાદ મળ્યો હતો.
અલ્પેશ ઠાકોરનાં સમર્થનમાં જંગી જનમેદની એ રાધનપુર અને સમી તાલુકા ખાતે અઢારે આલામ એ અલ્પેશજી ની સભામાં હાજર રહી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમર્થન જાહેર કર્યું હતુ.












Click it and Unblock the Notifications
