ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દારુબંધીની માંગ સાથે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન

Subscribe to Oneindia News

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ગાંધીનગરમાં સેક્ટર 6 માં શક્તિ પ્રદર્શન કરતા દારુબંધીના કડક કાયદાની માંગ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. આ આંદોલનને પાસના હાર્દિક પટેલે પણ ટેકો આપ્યો છે. તો બીજી તરફ ઓબીસી નેતા જિગ્નેશ મેવાણી પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત કાર્યક્રમને પાસ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે.

alpesh thakor


રાજ્યભરમાં દારુબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે છેલ્લા એક વર્ષથી ઠાકોર સેના દ્વારા આંદોલન ચલાવાઇ રહ્યુ છે. જેના ભાગ રુપે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા આજે ગાંધીનગર ખાતે દારુબંધીના કાયદાનો અમલ કડક બનાવવા માટે લાખોની સંખ્યામાં ઉમટી પડવા માટે લોકોને આહ્વાન કર્યુ હતુ.

hardik


સરકર તરફથી લેખિતમાં બાહેધરીની માંગ સાથે આ ધરણા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જો સરકાર તરફથી કોઇ પ્રતિભાવ નહિ મળે તો આખી રાત લોકો મેદાનમાં જ બેસી રહેશે અને સોમવારે વિધાનસભાનો ઘેરાવો કરશે તેવી જાહેરાત અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે.

English summary
alpesh thakor meeting for strict execution of liquor prohibition in gandhinagar, support of hardik patel
Please Wait while comments are loading...