એમેઝોન ગુજરાત સરકાર સાથે ઇ કોમર્સ એક્સપોર્ટ માટે MoU કર્યા
એમેઝોન ઇન્ડિયાએ રાજ્યમાંથી ઈ કોમર્સ નિકાસને આગળ વધારવામાં મદદ માટે મંગળવારના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
MoUના ભાગરૂપે એમેઝોન રાજ્યમાંથી MSMEને એમેઝોન ગ્લોબલ સેલિંગ પર તાલીમ અને ઓનબોર્ડ કરવામાં મદદ કરશે, જેથી તેઓ 200થી વધુ દેશો અને પ્રદેશોમાં લાખો એમેઝોન ગ્રાહકોને તેમની મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ વેચી શકશે.
આ કાર્યક્રમ સાથે ગૃહ ઉદ્યોગો વૈશ્વિક બજારોમાં ત્વરિત પ્રવેશ મેળવે છે, એમેઝોનની વિતરણ ક્ષમતાઓ અને વૈશ્વિક પદચિહ્નથી ઝડપથી લાભ મેળવે છે અને ટકાઉ નિકાસ વ્યવસાયો બનાવે છે. એમેઝોન અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ અને રાજકોટ અને અન્ય જેવા મુખ્ય MSME ક્લસ્ટર્સમાંથી નિકાસકારો માટે તાલીમ, વેબિનાર અને ઓન-બોર્ડિંગ વર્કશોપનું આયોજન કરશે.
વર્કશોપમાં કુશળતા વહેંચવા અને MSMEsને B2C ઈ કોમર્સ નિકાસ અને એમેઝોનના 17 વિદેશી માર્કેટપ્લેસ દ્વારા વિશ્વભરમાં 300 મિલિયન લોકોને વેચવા માટે તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ અભ્યાસક્રમો MSMEને તેમની બ્રાન્ડ લોન્ચ કરવા અને એમેઝોન ગ્લોબલ સેલિંગનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે જરૂરી જ્ઞાન અને સાધનો પૂરા પાડવા માટે રચાયેલા છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,લાખો MSMEs સાથે મળીને ગુજરાતમાં વાઇબ્રન્ટ રત્નો અને આભૂષણો, વસ્ત્રો અને કાપડ તેમજ હસ્તકલા ક્ષેત્રમાં નોંધપાત્ર ઉત્પાદન કરે છે. અમારી મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક ગુજરાતમાંથી નિકાસ વધારવાની છે અને અમેઝોન સાથેની આ ભાગીદારી દ્વારા, અમે ગુજરાતમાં લાખો MSMEs ને ઈ કોમર્સ નિકાસને સ્વીકારવા માટે સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તેમને વિશ્વભરના ગ્રાહકોને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે એમેઝોનની વૈશ્વિક હાજરીનો લાભ લેવામાં મદદ કરશે. MSMEs તેમના સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ગ્રાહકો સુધી લઇ જતા સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવામાં અને રાજ્યના ઉત્પાદન અને નવીનતાની શક્તિને પ્રદર્શિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.